Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર જીઆઈડીસીની આજુબાજુના ગ્રામીણ વિસ્તારના રોજગારી મેળવતા યુ.પી.ના ૧૫૬૬ શ્રમિકોનું વતન તરફ પ્રયાણ

  • May 14, 2020 

હનીફ માંજુ દ્વારા ભરૂચ:તા.૧૩-૦૫-૨૦૨૦ના રોજ અંકલેશ્વર રેલ્‍વે સ્‍ટેશનથી યુ.પી.ના વારાણસી (બનારસ) રેલ્‍વે સ્‍ટેશન માટે ઉપાડવામાં આવેલ સ્‍પેશીયલ ટ્રેનને અંકલેશ્વરથી રવાના કરવામાં આવી હતી. આ ટ્રેનમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીના આજુબાજુના ગ્રામીણ વિસ્તારોના ૧૫૬૬ શ્રમિકો ઉત્તરપ્રદેશ ખાતે પોતાના વતન તરફ રવાના થયા હતા. દરેક શ્રમિકોની આરોગ્ય તપાસ કરાવ્યા બાદ તમામ શ્રમિકોને એસ.ટી. બસ મારફતે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે તબક્કાવાર લાવવામાં આવ્યા હતા. આ તમામ શ્રમિકોને માસ્ક સાથે સોશ્યલ ડિસ્ટનસીંગ જળવાય તે રીતે અંકલેશ્વર રેલ્વે પ્લેટફોર્મ તેમજ કોચમાં પહોંચતા કરવામાં આવ્યા હતા. જયાંથી ટ્રેનના આશરે ૨૪ ડબ્બાઓમાં આ તમામ શ્રમિકોને રવાના કરવામાં આવ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલનથી જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ શ્રમિકોને કોઇ તકલીફ ના પડે એની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. શ્રમિકો માટે જિલ્‍લા વહિવટીતંત્ર દ્વારા સુકો નાસ્‍તો તથા પીવાના પાણીની મીનરલ બોટલની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. તમામ શ્રમિકોનું તબીબી પરિક્ષણ પણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારીશ્રી રમેશભાઈ ભગોરા, ડીવાયએસપીશ્રી તથા પોલીસ સ્ટાફ, મહેસુલ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ અંકલેશ્વર રેલ્વે સ્‍ટેશન સુપ્રિટેન્ડન્ટશ્રી અને રેલ્વે પોલીસ સ્ટાફ ઉપસ્‍થિત રહયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઈડીસી ની આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં ભડકોદરા-૧૩૨, ગડખોલ-૩૩૯, અંકલેશ્વર જીઆઈડીસી-૫૧૮, કોસમડી-૨૫૬, પાનોલી-૧૮૩, સારંગપુર-૧૩૮ મળી કુલ-૧૫૬૬ શ્રમિકોનો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application