Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૯૪૯ થઇ,કુલ ૪૨ દર્દીના મૃત્યુ

  • May 14, 2020 

Tapi mitra News:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૩ મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૯૨૭ હતી, જેમાં ૨૨ કેસોનો વધારો થવાથી આજે કુલ ૯૪૯ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજે ૦૫ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૫૪૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૪૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૫૬.૯ ટકા રિકવરી રેટ થયો છે. ૪.૪ ટકા રેટ મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના કતારગામ ઝોન માંથી કુલ ૦૭ કેસો મળી આવ્યા છે, અને કુલ ૧૧૫ કેસો થયા છે. મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૨૧૧૦ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૫૨૪ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૧૧૩ લોકો છે. આયુષ મંત્રાલયના સુચન પ્રમાણે રોગપ્રતિકારક દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ૧૫૮૭ ટીમો લોકોના ચેકઅપ માટે કાર્યરત છે. હાલની પરિસ્થિતિમાં સ્લમ એરિયામાં ૪૦ ફિવર ક્લિનિક અને ૨૫૧ વોશ બેસિનનુ આયોજન કરવામાં આવ્યુ છે. કોરોના જાગૃત્તિ માટે ૫૫ પ્રચાર ગાડી મુકવામાં આવી છે. દરેક ઘરોમાં હાથ ધોવા માટે સાબુનું વિતરણ કરવામાં આવે છે. સંવેદના પ્રોજેક્ટ હેઠળ ખાનગી અને મહાનગરપાલિકા દ્વારા ૪,૫૭,૫૫૦ ફુડ પેકેટનું આજે વિતરણ કરવામાં આવ્યું છે. ૧૩,૦૧૩ લોકો બહારથી આવવાના છે, જેમાથી ૧૭૪૬ લોકો રેડ ઝોનમાંથી આવશે. પ્રવાસીઓ માટે સુરત શહેરમાં પ્રવેશવાના ત્રણ માર્ગ નક્કી કરવામાં આવ્યા છે. મુંબઈથી આવતા હોય તે લોકોએ પલસાણાથી પ્રવેશ કરવાનો રહેશે. અમદાવાદથી આવતા પ્રવાસીઓએ કામરેજથી સુરતમાં પ્રવેશ કરવાનો રહેશે અને મહારાષ્ટ્ર ધુલિયાથી આવનાર લોકોએ કડોદરાથી પ્રવેશ કરવાનો રહેશે. આ પ્રવાસીઓએ સુરતમાં પ્રવેશ કરતી વખતે ગાડીમાં પાલિકા દ્વારા આપવામાં આવેલા સ્ટિકરો લગાવવા પડશે અને દરેક લોકોના હાથ પર સીલ-સિક્કા મારવામાં આવશે. તેઓને ૧૪ દિવસ માટે ફરજિયાતપણે હોમ ક્વોરન્ટાઈન રહેવુ પડશે. તથા આરોગ્ય સેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે. જો કોઈ વ્યક્તિ આ નિયમો તોડશે તો તેમને રૂ.૨૫,૦૦૦ નો દંડ કરવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પણ કોઈ વ્યક્તિ બહાર ખરીદી કરવા જાય ત્યારે તેણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. ઘરે આવે ત્યારે હાથ વ્યવસ્થિત ધોવા અને શક્ય હોય તો સામાનને પણ સેનેટાઈઝ કરવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ બહાર જાય તો તેમણે આ કાળજી ખાસ રાખવી. વધુમાં તેમણે જણાવ્યું કે, લોકો માનસિક રીતે તંદુરસ્ત રહી શકે તે માટે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. તકેદારીના ભાગરૂપે આયુષ મંત્રાલયના અને હોમિયોપેથી મુજબના ઇમ્યુનિટી વધારનાર ચીજવસ્તુઓનું સેવન કરવું જોઈએ. ઈન્ફેક્શન રોકવા દુકાનદારે રાખવાની કાળજી અંગે પ્રચાર પ્રસાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. માસ્કનો અવશ્ય ઉપયોગ કરી સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનો શ્રી પાનીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. High light-સુરત જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૫૮ થઇ, સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૫૭ હતી, જેમાં ૦૧ કેસનો વધારો થવાથી આજે કુલ ૫૮ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજે ૦૧ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૨૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૦૧ દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસ પૈકી ઓલપાડ તાલુકાના વિહારા ગામમાંથી આજે ૦૧ મળી કુલ ૫૮ કેસો આવ્યા છે. કુલ ૬૩૧૬ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૫૮ પોઝિટીવ અને ૬૨૧૨ નેગેટીવ કેસો જયારે ૦૧ કેસનો રિપોર્ટ પેન્ડિંગ અને ૪૫ રિપીટ સેમ્પલ નોંધાયા છે. ૩૪ એક્ટિવ ક્લસ્ટર જેમાં, બોરીયા, અસનાબાદ, અંધાત્રી, હળદવા, મહુવરીયા, અનાવલ, ખરવાણ, બડતલ, ગાંગપુર, કવાસ, કેવડી, ડુંગર, સેવણી, જુના કાકરાપાર, ચોખવાડા, ખોડાંબા, કાની, સાંધિયેર, દખણવાડ(દેવધ), ઝંખવાવ, પાલી (સાંઈભુપત), દિહેણ, પાલી(ડી.એમ.નગર), લાજપોર, ઇચ્છાપોર, વેગી, વરેલી(ગાયત્રી નગર), વરેલી(દત્ત કૃપા), વરેલી(શાંતિ નગર), વરેલી(વ્રજધામ વિસ્તાર), બારડોલી નગર(તાઈવાડ), વિહારા કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ 19,997 ઘરો અને અને કુલ વસ્તી ૮૫,૨૬૯ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૯૦ ટીમ કાર્યરત છે. નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૧૫૦૩ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૯૬ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૧૫૯૯ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૭૧ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૧૫૨૮ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application