Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરપાડા તાલુકાની સગર્ભા પત્નીને પતિએ તરછોડતા અભયમ હેલ્પલાઇને પીડિત મહિલાને મદદ પૂરી પાડી

  • May 13, 2020 

Tapi mitra News:સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના એક ગામમાં ૨૦ વર્ષીય પરિણીતાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન પર કોલ કરી પોતાની વ્યથા જણાવતાં કહ્યું કે, ‘હાલ હું ગર્ભવતી છે, અને મારા પતિએ મને ઘરમાંથી કઢી મૂકી છે.’ જેથી મદદ કરવા અરજ કરતા બારડોલી પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક પીડિત મહિલા પાસે પહોંચી હતી. અંકિતા (નામ બદલ્યું છે) પાસેથી સમગ્ર વિગતો જાણ્યા બાદ તેના પતિ સાથે ચર્ચા કરતા તેમણે પત્ની પર આક્ષેપો કરતાં કહ્યું કે, ‘મારી પત્ની બદચલન છે, જેથી હું તેને મારી સાથે રાખવા માંગતો નથી.’ અભયમની તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ અંકિતા કોસંબા ખાતે એક ફેક્ટરીમાં નોકરી કરતી હતી, જ્યાં બે બાળકોના પિતા એવા એક પરિણીત સહકર્મચારી સાથે પ્રેમ સંબંધો વિકસ્યા હતા. જેની જાણ અંકિતાના પતિને થતા બંને વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા. આખરે અવારનવાર થતાં ઝઘડાના કારણે અંકિતાને તેના પતિએ ઘરમાંથી કાઢી મુકતા તેણે પિયરમાં જાણ કરી હતી. પરંતુ માતાપિતાએ તેને સાથે રાખવાનો ઇન્કાર કર્યો હતો. અંકિતા તેના પ્રેમી પાસે પહોંચતા તેના પ્રેમીની પત્નીએ તેને ઘરમાં પેસવા દીધી ના હતી, ‘હવે ક્યાં જવુ અને શું કરવું?’ તે સમજ ના પડતા અંકિતાએ અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી.  અભયમની મહિલા કાઉન્સેલરે અંકિતાને સમજાવ્યું કે, પતિ હયાત હોવા છતાંય તેનો વિશ્વાસઘાત કરી અન્ય પુરૂષ સાથે પ્રેમ સંબંધ રાખવાનું દુષ્કર પરિણામ આવે છે. સમાજમાં આ પ્રકારના અનૈતિક સંબંધો અસ્વીકાર્ય હોય છે. સમાજમાં બદનામી થવાની સાથે હવે તમે પતિ, સાસરી અને પિયર પક્ષનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છો, જેથી આ પરિસ્થિતિ ઊભી થવા પામી છે. જેથી અંકિતાને પોતાની ભૂલ બદલ પસ્તાવો થયો હતો. અંકિતા સગર્ભા હોવાથી અભયમે પરિવારનો માળો તૂટતા બચી જાય એ આશયથી પતિ પત્ની વચ્ચે સમાધાન કરવાના ખુબ પ્રયત્ન કર્યા હતા, પરંતુ  પતિ તરફથી કોઈ હકારાત્મક પરિણામ ન આવતા ઉમરપાડા પોલિસમાં જાણ કરી અરજી અપાવવામાં આવી છે. high light:મહિલાના ચારિત્ર્ય સંબંધે પતિ પત્ની વચ્ચે તકરાર થતી હતી: પતિએ પત્નીને સાથે રાખવાનો ઇન્કાર કરતાં ઉમરપાડા પોલિસને જાણ કરવામાં આવી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application