Tapi mitra News:ઉતરપ્રદેશની સરકારે એકાએક ટ્રેનોની મંજુરી રદ્ કર્યા બાદ જિલ્લા કલેકટર દ્વારા મંડળ મુજબ રહેવાસીઓની યાદી સાથેની દરખાસ્ત મોકલી આપ્યા બાદ ઉતરપ્રદેશની સરકારે ગ્રીન સિગ્નલ આપતા જ બુધવારે સવારે ૧૦ વાગ્યે થી મધરાતે રાત્રે એક વાગ્યા સુધીમાં આઠ ટ્રેનો ઉપડનાર હોવાથી સુરત રેલ્વે સ્ટેશન સતત ધમધમતુ રહેશે. વતન જતા યુપીવાસીને બસ મારફતે લઇ જવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
લોકડાઉનમાં વતન જવા માટે ધીરજ ગુમાવી બેઠેલા પરપ્રાંતીયોને તેમના ઘરે મોકલવાની શરૃઆત કર્યા બાદ સૌથી વધુ ટ્રેનો ઉતરપ્રદેશની સુરત થી દોડતી હતી. પરંતુ બે દિવસ પહેલા ઉતરપ્રદેશ સરકારે એકાએક સુરતથી ઉપડનારી ટ્રેનોની મંજુરી રદ્ કરી દેવાઇ હતી. અને ત્યાંના મંડળ મુજબ રહેવાસીઓનું લિસ્ટ મોકલીને તે મુજબ જ ટ્રેનમાં મોકલવાનું જણાવાતા જ સુરત જિલ્લા કલેકટરાલયના તંત્ર દ્વારા ફરીથી કસરત કરવી પડી હતી. અને મંડળ મુજબ માહિતી તૈયાર કરીને ઉતરપ્રદેશ સરકારને દરખાસ્ત મોકલી આપી હતી. આ દરખાસ્તને લઇને ઉતરપ્રદેશની સરકારે લીલીઝંડી આપતા જ બુધવાર થી પ્રયાગરાજ, ચિત્રકુટ, વારાણસી, આઝમગઢ, મિરઝાપુર માટે આઠ ટ્રેનો સુરત થી દોડવાની શરૂઆત કરવામાં આવે છે. આ આઠ ટ્રેનોમાં એક ટ્રેનમાં ૧૬૦૦ શ્રમિકો લેખે ૧૩,૦૦૦ શ્રમિકો રવાના થશે.આમ ઉતરપ્રદેશ સરકારે લીલીઝંડી આપતા સુરત જિલ્લા વહીવટીતંત્રનું ટેન્શન હળવુ થઇ ગયુ છે. સાથે જ વતન જવા ઉતાવળીયા બનેલા શ્રમિકોને પણ હવે આશા બંધાઇ છે કે વતન જવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application