Tapi mitra News:શહેરમાં વસતા ગુજરાતના અલગ અલગ શહેરના લોકોને વતન જવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં સુરતમાં વસતા રત્નકલાકારોએ મોટી સંખ્યામાં એસટી દ્વારા વતન જઈ રહ્યા છે. ત્યારે સુરત એસટી વિભાગ દ્વારા મોટી સંખ્યામાં એસટી બસની વ્યવસ્થા કરી છે. જેને પગલે ખાલી એસટી બસોનો ૨.૭ કિમીના વરાછા ઓવરબ્રિજ પર ખડકલો થઈ ગયો હતો. ત્યારબાદ તબક્કાવાર રત્નકલાકારોને એસટી બસમાં વતન મોકલવામાં આવ્યા હતા.
સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં થી હજારોની સંખ્યામાં રત્નકલાકારો સુરતના કામ કરે છે પરંતુ લોકડાઉનના કારણે છેલ્લા ૫૦ દિવસથી તમામ હીરાના કારખાનાઓ બંધ હોવાથી આ રત્નકલાકારોને આર્થિક સ્થિતિ કફોડી બની છે ત્યાં ભાડાના મકાનમાં રહેવું મુશ્કેલ હોવાથી તેમજ અન્ય ખર્ચ પરવડે તેમ ન હોવાથી રત્નકલાકારોએ પોતાના વતન તરફ જઈ રહ્યા છે જે લોકોની માંગણીને અનુસરીને એસટી બસ શરૂ કરવામાં આવી છે. વતન જવા એસટી બસ મેળવવા માટે હજુ મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી લંબે હનુમાન ડેપો ઉપરથી કામગીરી ચાલી રહી છે. એસટી બસનું બુકીંગ કરનારાઓ મંજૂરીને આધારે બસ મેળવવા માટે ડેપો ઉપર બેથી ત્રણ જણા એક સાથે આવતા હોવાથી ડેપો બહાર ખૂબ જ લાંબી લાઈનો જોવા મળી હતી. જોકે ,ડેપોની અંદર ભારે ભીડ નહીં થાય અને અંધાધૂધી ન સર્જાય તે માટે પોલીસ વિભાગ તરફથી ટોકન આધારે એન્ટ્રી આપવાનું શરૂ કરાયું હતું. લંબે હનુમાન પોલીસચોકી નજીકથી ટોકન ઇસ્યુ કરવામાં આવે છે. ગતરોજ ૩૫૦થી વધુ બસ સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તાર માટે રવાના કરવામાં આવી હતી. સુરતમાં વસતા અન્ય વિસ્તારના લોકો હજુ પણ પોતાના વતન જવા ઈચ્છે છે અને સેન્ટ્રલ બસ સ્ટેશન પર બુકિંગ કરાવી રહ્યા છે. બુકિંગની સામે પરમીટ ખૂબ જ ઓછી સંખ્યામાં મળતી હોવા છતાં વતન જવા માટેના ઉત્સાહમાં કોઈ જ કમી હજુ આવી નથી. એસટી બસનું બુકીંગ કરનારાઓને એસટી બસની ઉપલબ્ધતાને આધારે ફાળવણી કરવામાં આવી રહી છે. એક બસમાં ૩૦થી ૩૬ લોકોને બેસાડવામાં આવી રહ્યા છે. જેથી માંગ ખૂબ હોવાથી નિગમ પાસે એસટી બસ ખૂટી પડી હતી, જેથી અન્ય ડિવિઝનમાંથી એસટી બસ મેળવવામાં આવી રહી છે. આ રીતે અત્યાર સુધીમાં ૧૦૦૦ જેટલી બસો અન્ય ડિવિઝનોમાંથી મેળવવામાં આવી છે. નિગમ રોજની સરેરાશ ૫૦૦થી વધુ બસો ઉપાડી રહ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એસટી બસોની સૌથી વધુ ડિમાન્ડ આમ તો હોળી ધુળેટી અને દિવાળીના વેકેશન દરમિયાન રહેતી હોય છે. પરંતુ આ વખતે સૌથી વધુ માંગ થઈ છે. છેલ્લા આઠેક દિવસમાં પાંચ હજારથી વધુ એસટી બસની સૌરાષ્ટ્રવાસીઓ સહિત અન્યો તરફથી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application