Tapi mitra News:સુરતમાં કોરોનાનો ચેપ અટકાવવા માટે અત્યંત જરૂરી એવી ડીસ ઈન્ફેક્શનની કામગીરી મહાનગરપાલિકા સતત કરી રહી છે. આજ સુધીમાં પાલિકા તંત્રે ત્રણ લાખ લિટર કેમિકલ - પાણીનો ઉપયોગ કરીને બે લાખથી વધુ જગ્યાને ડીસ ઈન્ફેક્સન કરવા સાથે રોજના ૩૫૦ કિલોમીટર જેટલા રસ્તા પર સ્પ્રેનો છંટકાવ કરીને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કોવિડ ૧૯ની ગાઈડ લાઈન મુજબ વાઈરલ લોડ ઘટાડવા માટે શહેરના વિવિધ વિસ્તારને ડીસ ઈન્ફેક્શનની કામગીરી અત્યંત જરૂરી છે.
પાલિકાના વીબીડીસી વિભાગ અને ફાયર વિભાગ દ્વારા સુરતના વિવિધ વસ્તારને ડીસ ઈન્ફેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે. સુરતમાં ત્યાર સુધીમાં ૯૨૭ પોઝીટીવ કેસ આવ્યા તે તમામના ઘર તથા તેમના સંપર્કમાં આવનારા લોકોના ઘરે પણ જઈને ડીસ ઈન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરતમાં ૨૨૧ જેટલી શાકભાજી માર્કેટને રોજેરોજ સેનેટાઈઝ કરવા સાથે બેન્ક, એટીએમ, અનાજ કરિયાણા, દવાની દુકાનો તથા અન્ય દુકાનોને પણ પ્રતિરોજ સેનેટાઈઝ કરવામા આવી રહ્યું છે. પાલિકા તંત્રએ અત્યાર સુધીમાં નાની મોટી બે લાખથી વધુ જગ્યાને ડીસ ઈન્ફેક્સની કામગીરી તેમા ત્રણ લાખ લીટર મટીરીયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૩૯ કોરોના પોઝીટીવ દર્દીના મોત થયાં તે કિસ્સામાં હોસ્પિટલથી માંડીને અંતિમ સ્થાન સુધીના રસ્તા તથા વાહનસ્ને પણ સેનેટાઈઝ કરવાની કામગીરી થઈ રહી છે. હાલ ધાર્મિક સ્થળ બંધ હોવા છતાં ધાર્મિક સ્થળોના ડીસ ઈન્ફેક્શનની કામગીરી થઈ રહી છે. પાલિકાતંત્ર જે વાહનોનો ઉપયોગ કરે છે તે વાહનોને પણ ડીસ ઈન્ફેક્શનની કામગીરી વીબીડીસી અને ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. પાલિકા તંત્ર એવું માને છે કે ડીસ ઈન્ફેક્શનની કામગીરીના કારણે વાઈરલ લોડમાં ઘટાડો થાય છે. સુરત મહા નગરપાલિકાના વીબીડીસી અને ફાયર વિભાગ દ્વારા શહેરના બે લાખ વિસ્તારને સેનેટાઈજ કરવાની કામગીરી કરી છે. પાલિકા સાથે સાથે ભાજપ - કોંગ્રેસના નેતાઓ અને કોર્પોરેટરો દ્વારા પણ પોતાના વિસ્તારમાં ડીસ ઈન્ફેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભાજપે પોતાના કોર્પોરેટરોને વોર્ડ દીઠ પમ્પ અને દવા આપી છે આવી જ રીતે કોંગ્રેસના કોપોરેટરો પણ દવા અને પંપનો ઉપયોગ કરીને પોતાના વિસ્તારની સોસાયટીઓને ડીસ ઈન્ફેક્સનની કામગીરી કરી રહ્યા છે. રાંદેર ઝોનમા તો પાલિકાના માજી વિપક્ષીએ તો પોતાના વિસ્તાર માટે પંપ સાથે સોસાયટી સેનેટાઈઝ થાય તેવું વાહન બનાવ્યું છે. પોતાના વિસ્તાર નહીં પરંતુ લોકો જ્યાં માગણી કરે તે વિસ્તારમાં આ વાહન સેનેટાઈઝની કામગીરી કરે છે. આમ રાજકારણીઓએ પણ સેનેટાઈઝની કામગીરી શરૂ કરતાં પાલિકા તંત્રને થોડી રાહત થઈ છે. કોવિડ ૧૯ની ગાઈડ લાઈન પ્રમાણે ડીસ ઈન્ફેક્શનની કામગીરીમાં સોડિયમ હાઈપો ક્લોરાઈડ અને બેક્ટીસોલ દસ ટકાનો ઉપયોગ કરવાનો હોય છે. આ બન્ને કેમીકલમાં પાણી ઉમેરીને સ્પ્રે કરીને ડીસ ઈન્ફેક્શન કરવામાં આવી રહ્યું છે. પાલિકાતંત્રને સોડિયમ હાઈપો ક્લોરાઈડ એક સંસ્થા દાનમાં આપી રહી છે મોટા ભાગનું સોડિયમ હાઈપો ક્લોરાઈડ દાનમાં મળતાં પાલિકાનું આર્થિક ભારણપણ ઓછું થયું છે. સુરત શહેરના વિસ્તારને કોરોનાના ચેપથી બચાવવા માટે વીબીડીસી વિભાગ અને ફાયર વિભાગની ટીમ કામ કરે છે તેમાં ૧૩ મોટા ટેન્કરનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત ૫ ટાટા મોબાઈલ સ્પ્રે પંપ, શક્તિમાન સ્પ્રે, ૫૦ પાવર સ્પ્રે, ૨૫૦ મેન્યુઅલ પંપ , ૫૦ બેટરી ઓપરેટેડ પંપ , ૫૦ પાવર સ્પ્રે પંપનો ઉપયોગ થઈ રહ્યો છે. જે વિસ્તારમાં મોટા વાહનો ન જતાં હોય તે વિસ્તારમાં પંપનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમા સ્લમ વિસ્તારમાં કેસ નિકળતાં પાલિકા તંત્રએ તે વિસ્તારમાં પંપથી મહત્તમ વિસ્તાર કવર કરીને ડીસ ઈન્ફેક્શનની કામગીરી શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application