Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મધરાતે ૧૦૦થી ૧૫૦ શ્રમજીવીઓને આઇસર ટેમ્પોમાં યુ.પી. લઇ જવા થતી હતી તૈયારી અને પહોંચી પોલીસ

  • May 13, 2020 

Tapi mitra News:સુરતના રામપુરા પોલીસ લાઈન હાજી સાહેબ મસ્જીદની પાસે ગત મધરાતે ૧૦૦ થી ૧૫૦ શ્રમજીવીઓને આઇશર ટેમ્પોમાં યુ.પી. લઇ જવા તૈયારી થતી હતી તે અંગેની જાણ કોઈકે પોલીસ કંટ્રોલ રૂમમાં કરતા કંટ્રોલ રૂમે લાલગેટ પોલીસને કરી હતી. લાલગેટ પોલીસે સ્થળ ઉપર પહોંચી શ્રમજીવીઓને સમજાવી ઘરે મોકલ્યા બાદ ટેમ્પો ચાલક અને શ્રમજીવીઓને પરમીટ વિના લઈ જવા સૂચના આપનાર ટેમ્પો માલિકની ધરપકડ કરી હતી.લાલગેટ પોલીસ મથકની પીસીઆર વાન ગતરાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને પોલીસ કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો હતો કે રામપુરા પોલીસ લાઈન હાજી સાહેબ મસ્જીદની પાસે ૧૦૦ થી ૧૫૦ માણસો ટેમ્પોમાં ભરાય છે. આથી પીસીઆર વાન ગણતરીની મિનિટોમાં ત્યાં પહોંચી હતી. સ્થળ ઉપર પોલીસે જોયું તો આઇશર ટેમ્પો ઉભો હતો અને તેની આજુબાજુ ઘણા લોકો ઉભા હતા. પોલીસે ટેમ્પોના ચાલક આમીન અયુબ સૈયદની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા તેના માલિક મોહંમદ સરફરાજ ગુલામ મયુદ્દીન શેખએ ભેગા થયેલા મજૂરોને તેમના વતન ઉત્તરપ્રદેશ છોડવા માટે જવાનું છે તેમ કહી બોલાવ્યો છે. પોલીસે ત્યાં હાજર લોકોની પુછપરછ કરતા તેઓ જુદા-જુદા સ્થળે મજૂરીકામ કરતા હોવાનું અને લોકડાઉન ચાલુ હોય વતન જવા ટેમ્પો બોલાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તમામને સમજાવી ઘરે પરત મોકલ્યા હતા. બાદમાં પોલીસે ટેમ્પો માલિકને પણ બોલાવી પુછપરછ કરતા તેણે મજૂરોને મોકલવા કોઈ પરમીટ લીધી ન હોવાની કબૂલાત કરી હતી. આથી લાલગેટ પોલીસે ટેમ્પો ચાલક અને ટેમ્પો માલિક વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application