Tapi mitra News:ઉધના વિસ્તારમાં ભેગી થયેલી ભીડને છૂટી કરવા માટે પોલીસ જવાન પ્રવિણ પાટીલ દ્વારા મોબાઈલ વાનમાં લગાવેલા સ્પીકરમાં આવેલા એનાઉન્સમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં એનાઉન્સમેન્ટ કહે છે કે, તોડ દેંગે તુમ્હારે શરીર કા કોના કોના લેકિન હોને નહીં દેંગે તુમકો કોરોના, આપ સમજો હમ આપકી ભલાઈ કે લીયે હી યે સબ કર રહે છે. આ વીડિયો એટલી હદે વાઈરલ થયો હતો કે, ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી, નેતાઓ સહિતાનાએ વખાણ કર્યા હતા. હવે આ પોલીસ જવાનને સુરતની હીરા કંપની દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવતા ફરી ચર્ચામાં આવ્યો છે.
પોલીસ જવાન પ્રવિણ પાટીલે જણાવ્યું હતું કે, તેના મિત્રોનો ફોન આવ્યો હતો અને સુરત પોલીસનું નામ દુનિયાભરમાં રોશન થાય તેમ હોવાથી તેણે તેમના ફોટાનો ઉપયોગ કરવાની હા પાડી હતી. આ માટે તેમણે કોઈ લેખિત કે મૌખિક કોન્ટ્રાક્ટ કર્યો નથી કે રૂપિયા પણ લીધા નથી. તેમની ઈચ્છા એટલી જ છે કે, સુરત પોલીસનું નામ રોશન થાય અને કોરોનામાં શહેર પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ કપરી સ્થિતિમાં શહેરના લોકોની જે સેવા કરી છે તે વાત લોકો સુધી પહોંચે. કતારગામ ખાતે આવેલી હીરા કંપનીએ તેના સ્લોગનમાં લખ્યું છે કે, સુરતના પોલીસ જવાના સાથેના ફોટો સાથે લખ્યુ છે કે, આપણે આવતી કાલે બહાર ફરી શકીએ તે માટે આજે તેઓ બહાર ફરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application