Tapi mitra News: "કોરોના" મુક્ત તાપી જિલ્લામાં "કોરોના સંક્રમણ"ને રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ગઈ કાલે ફિલિપાઈન્સથી અમદાવાદ ખાતે આવેલી ફ્લાઈટમાં આવેલા મહારાષ્ટ્રના ૨૧ વિદ્યાર્થીઓને, સરહદી તાપી જિલ્લાના ટીચકપુર ખાતે રોકવામાં આવ્યા હતા. જેમને મહારાષ્ટ્ર પ્રશાસન સાથે વાટાઘાટ બાદ, તેમના વતન જવા માટે મોડી રાત્રે રવાના કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કર્ણાટકથી આવેલા તાપી જિલ્લાના તબલિગી જમાતના અન્ય ૮ વ્યક્તિઓને સોનગઢ ખાતે સરકારી ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. જે પૈકી છ વ્યક્તિઓ સોનગઢના, અને બે વ્યક્તિઓ ઉકાઈના છે.
(તસ્વીર ફિલિપાઈન્સથી આવેલા સ્ટુડન્ટસ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application