Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છૂટક શાકભાજી વિક્રેતા માટે મેડિકલ કેમ્પ યોજાયો

  • May 13, 2020 

હનીફ માંજુ દ્વારા ભરૂચ:અંકલેશ્વર નગર પાલિકા દ્વારા રાજ્ય સરકારના આદેશ મુજબ શાકભાજી વેચનારાઓને આરોગ્યલક્ષી કાર્ડ બનાવવા માટેનો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના આદેશથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જીનવાલા સ્કૂલ પાસે છૂટક શાકભાજી લારીવાળા અને ફેરિયાઓ માટે હેલ્થ સ્કેનિંગ કાર્ડ માટેનું મેડિકલ ચેકઅપ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન શિલ્પાબેન સુરતી નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા દરેક શાકભાજી વેચનાર લારીવાળા તેમજ છૂટક ફેરિયાઓએ આ હેલ્થ કાર્ડ કઢાવવું ફરજિયાત છે તેમજ આ કાર્ડ ને દસ દિવસ બાદ અંકલેશ્વર ડિસ્પેન્સરી ખાતે રિન્યુ કરાવવાનું રહેશે અને આ હેલ્થ કાર્ડ સાથે રાખવાનો રહેશે તેમજ માસ્ક અને હેન્ડ ગ્લોસ પણ પહેરવાનો રહેશે એવું નગરપાલિકા ડિસ્પેન્સરી ના ચેરમેન શિલ્પાબેન સુરતી એ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application