Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Corona update:સુરત શહેરમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૯૨૭ થઈ,કુલ ૩૯ દર્દીના મૃત્યુ

  • May 12, 2020 

Tapi mitra News:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૨મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૮૯૮ હતી, જેમાં ૨૯ કેસોનો વધારો થવાથી આજે કુલ ૯૨૭ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજે ૭ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૫૩૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૩૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૫૭.૭ ટકા રિકવરી રેટ થયો છે જે એક ખુબ જ સારો રેટ છે, જેની પાછળનું કારણ ARI કેસોની અર્લી આઇડેન્ટીફિકેશન કરવામાં આવે છે. ૪.૨ ટકા મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોન અને વરાછામાંથી કુલ ૦૯ કેસો મળી આવ્યા છે, અને કુલ ૩૬૧ કેસો થયા છે. આ ઉપરાંત કતારગામમાં નવા ૦૮ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૧૦૮ થઇ છે. આ સિવાય લિંબાયતમાં સાડા ચાર લાખ કરતા વધુ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. મ્યુ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૧૯૦૬ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૪૯૩ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૧૧૬ લોકો છે. લિંબાયતમાં ૭૯,૩૮૮ જેટલા લોકોને હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉધના ઝોનમાં ૩,૯૨,૬૭૩ લોકોને તથા કતારગામ ઝોનમાં ૨,૬૭,૭૬૨ લોકોને  હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. આયુષ મંત્રાલયના સુચન પ્રમાણે દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દરેક દવાની દુકાનમાં આયુષ મંત્રાલય દ્વારા સુચન કરેલી હોમિયોપેથી દવાઓ રાખવાની રહેશે. હાલની પરિસ્થિતિમાં આંતરરાજ્ય મુસાફરો આવી રહ્યા છે. સુરતમાં લોકોને સ્ટોપેજ, ક્વોરેન્ટાઇન સગવડ અને મેડિકલ સર્વેલન્સ હેઠળ રહે તે માટે તંત્ર કાર્યરત છે. આંતરરાજ્યમાંથી ગુજરાત આવતા જે તે વિસ્તારના રેડ ઝોનમાંથી ૧૭૪૬, ઓરેન્જ ઝોનમાંથી ૮૦૩ ગ્રીનઝોનમાંથી ૨૬૮ એમ મળીને કુલ લોકોની સંખ્યા ૩૦૧૩ છે. સ્લમ એરિયામાં વધતાં કેસો સામે ૪૮ ફિવર ક્લિનિક ચાલુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૮૭ જેટલા સ્લમ વિસ્તારમાં સૅનેટાઇઝેશનની પ્રક્રિયા કરવામાં આવી છે. આ વિસ્તારોમાં કુલ ૨૨૨ ફુટ ઓપરેટેડ હેન્ડ વૉશિંગ મશીન મુકવામાં આવેલા છે. કોરોના જાગૃત્તિ માટે ૭૫ પ્રચાર ગાડી મુકવામાં આવી છે. ૪૫૩ ડોર-ટુ-ડોર ગાડીઓ દ્વારા કોવિડ-૧૯ વિષે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આજ દિન સુધી શહેરમાં કુલ ૨,૦૩,૪૦૪ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. સંવેદના પ્રોજેક્ટ હેઠળ સ્વૈચ્છિક સંસ્થાઓ અને મહાનગરપાલિકા દ્વારા ૪,૫૪,૩૫૦  ફુડ પેકેટનું આજે વિતરણ કરવામાં આવ્યું છે. વધુમાં કમિશનરે વર્લ્ડ નર્સિંગ ડે નિમિતે તમામ નર્સ કમ્યુનિટીનો આભાર પ્રકટ કરી તેમની કામગીરીને બિરદાવી હતી.તેમણે જણાવ્યું કે, લોકો માનસિક રીતે તંદુરસ્ત રહી શકે તે માટે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. તકેદારીના ભાગરૂપે આયુષ મંત્રાલયના અને હોમિયોપેથી મુજબના ઇમ્યુનિટી વધારનાર ચીજવસ્તુઓનું સેવન કરવું જોઈએ. ઈન્ફેક્શન રોકવા દુકાનદારે રાખવાની કાળજી અંગે પ્રચાર પ્રસાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. માસ્કનો અવશ્ય ઉપયોગ કરી સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનો શ્રી પાનીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application