Tapi mitra News:કોરોના વાયરસની મહામારીથી બચવા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેથી આ વાયરસની સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા અનેક અસરકારક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે અનેક સંસ્થાઓ પણ સ્વેચ્છાએ રોગપ્રતિકારક શક્તિ વર્ધક દવાનું વિતરણ કાર્ય કરી રહી છે.
નિરામય આયુર્વેદિક હોસ્પિટલ, નાનપુરા દ્વારા "કોરોવાઇલ ટેબલેટ" બનાવવામાં આવી છે. આ ટેબલેટ કફનાશક, વાયરલ ઇન્ફેકશન, તાવ અને ફેફસાની તકલીફના નિવારણ માટે લાભદાયી છે. જેને સુરત શહેરના દરેક પોલિસ સ્ટેશનમાં દરેક પોલિસ કર્મચારીને વિનામૂલ્યે દવા આપવાની કામગીરીની શરૂઆત પોલિસ કમિશનર કચેરી ખાતેથી કરવામાં આવી હતી. સતત સાત દિવસ સુધી દવા વિતરણ કરવામાં આવશે.પોલિસ કમિશનરશ્રી આર.બી.બ્રહ્મભટ્ટ, સ્પેશિયલ બ્રાન્ચ એ.સી.પી શ્રી પી.એલ.ચૌધરી, ડી.સી.પી સ્પેશિયલ બ્રાન્ચ શ્રી ચિંતન તેરૈયા, હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ બાવિસ્કર અને સ્પેશિયલ બ્રાન્ચના પોલીસ સ્ટાફે દવા વિતરણનો લાભ લીધો હતો. કુલ ૬૦૦૦ જેટલા પોલીસ સ્ટાફ અને પેરામિલેટ્રી ફોર્સને કોરોવાઇલ ટેબલેટ વિતરણ કરવાના સેવાભાવી કાર્ય બદલ નાયબ પોલીસ કમિશ્નરની કચેરી દ્વારા નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વૈદ્યરત્નમ સંદીપ સી. પટેલને પ્રશંસાપત્ર પાઠવી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application