Tapi mitra News:સુરત મહાનગરપાલિકા વૈશ્વિક મહામારી કોરોના સામે હિંમતભેર લડત આપવા પોતાના ત્રિપાંખિયા વ્યૂહ સાથે સુસજ્જ છે. કોવિડ-૧૯ ને મ્હાત આવતા આ ત્રિપાંખિયા વ્યૂહમાં ટ્રેકિંગ, ટેસ્ટિંગ તથા ટ્રીટમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે હેઠળ ટેસ્ટિંગ એ મહત્વનું પાસું સાબિત થયું છે.
સુરતના વિશાળ જનસમુદાય અને બહોળા વિસ્તારનું અંતર શહેરમાં કોરોના શંકાસ્પદ વ્યક્તિઓને ટેસ્ટિંગ માટે લેબોરેટરી સુધી લાવવા તથા લઇ જવામાં મુશ્કેલી ઉભી કરે છે. આ મુશ્કેલીના નિવારણ માટે SMC દ્વારા હોટસ્પોટ તથા ક્લસ્ટરમાં જઈને સેમ્પલ એકત્ર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ, ઉપલબ્ધ એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોમાં જગ્યા ઓછી હોવાના કારણે સેમ્પલ માટે કોવિડ-૧૯ ના વૈશ્વિક ધારાધોરણોનો અમલ કરવાનું પડકારરૂપ બન્યું છે. આ બાબતને ધ્યાનમાં લઈને SMC દ્વારા સિટીલિંક બસને ‘કોવિડ-૧૯ મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટ’માં રૂપાંતર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી જનતાને પ્રાઇવેટ લેબ કે સરકારી હોસ્પિટલ સુધી જવાની જરૂરિયાત નહિ રહે અને તેમનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ ઝડપી બનશે. આ ઉપરાંત, કોરોના વાઇરસ સંક્રમણના ભયને ટાળી શકાશે. કોવિડ-૧૯ મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની માર્ગદર્શિકા અનુસાર મેડિકલ સાધનોથી સજ્જ ત્રણ કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે. જેમાં, પ્રથમ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે "પેશન્ટ કમ્પાર્ટમેન્ટ", બીજું કોવિડ-૧૯ સેમ્પલ એકત્ર કરવા માટે "સેમ્પલ કલેક્શન ડિપાર્ટમેન્ટ" તથા લીધેલા સેમ્પલના ટેસ્ટિંગ માટે "ડોક્ટર કમ્પાર્ટમેન્ટ".નોંધનીય છે કે, આ યુનિટમાં જુદા જુદા એન્ટ્રી તથા એક્ઝીટ પોઇન્ટ છે, તથા બહોળી જગ્યાના કારણે સંક્ર્મણનો ભય રહેતો નથી. લેબોરેટરી ટેક્નિશિયન અને ડોકટરના વિભાગ જુદા રાખેલા હોવાથી તેઓની સુરક્ષા જળવાઈ રહે છે. વધુમાં, SMC ના આ સુરક્ષિત સ્વાસ્થ્યના લક્ષ્યને પૂર્ણ કરતાં નોંધપાત્ર નિર્ણયથી પેશન્ટને ટેસ્ટિંગ માટે લાવવા અને લઇ જવામાં સરળતા તથા ચેપથી બચાવી શકાશે, અને ટેસ્ટિંગની પ્રક્રિયા કરવા માટે સુરક્ષિત વાતાવરણ પ્રાપ્ત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application