Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

૮ દિવસ સુધી રહસ્યમય ગુમ રહેનાર યુવતીની પરિચીત યુવાન વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ

  • May 12, 2020 

Tapi mitra News:૮ દિવસથી રહસ્યમય  સંજોગોમાં ગુમ રહ્યા બાદ મળી આવેલી આભવા ગામની ૧૮ વર્ષની યુવતીએ પરિચીત યુવાને પ્રેમજાળમાં ફસાવી અશ્લીલ સાહિત્ય બતાવી લગ્ન કરવાની લાલચ આપી બળાત્કાર ગુજારવા ઉપરાંત કાર વર્કશોપ અને રહેણાંક ઘરના ધાબા પર છુપાવી રાખવા બદલ ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આભવા ગામની ૧૮ વર્ષની યુવતી ગત તા. ૨૧ના રોજ વ્હેલી સવારે ઘરેથી લિવીંગ સર્ટી અને જન્મના પ્રમાણપત્ર લઇને નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. જો કે દસેક દિવસ બાદ યુવતી ગામના જ પરિચીત યુવાન મેહુલ રમેશ પટેલની કાર વર્કશોપ માંથી મળી આવી હતી અને યુવતીને ડાબી આંખ તથા જમણા હાથ, ગળા અને પગમાં ઇજા થઇ હતી. યુવતી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ત્યારે તેના પરિવારે ગામના પરિચીત યુવાન મેહુલ રમેશ પટેલ વિરૂધ્ધ ગંભીર આક્ષેપ કર્યા હોવાથી પોલીસે મેહુલની પુછપરછ કર્યા બાદ મુક્ત કર્યો હતો. જો કે ગત રોજ યુવતીના નિવેદનના આધારે ડુમસ પોલીસે મેહુલ વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application