Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉન વિસ્તારમાં ભીંડી બજારમાં ટોળે વળી બેસેલાને ઠપકો આપતા ચાલક પર હુમલો કરી રિક્ષામાં તોડફોડ

  • May 12, 2020 

Tapi mitra News:ઉન વિસ્તારમાં ભીંડી બજારમાં સ્થાનિક વિસ્તારના દસથી બાર જેટલા માથાભારે તત્વોએ પથ્થરમારો કરવાની સાથે ચાલક પર હુમલો રિક્ષાની તોડફોડ કરી હતી. જેથી સચિન જીઆઇડીસી પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે પથ્થરમારો કરનાર પૈકી ૫ માથાભારે તત્વોની અટકાયત કરી છે. ઉન તિરૂપતિ નગરમાં રહેતો ૪૨ વર્ષીય અખલાક ઉર્ફે પિન્ટુ ઇશામુ ખટીક ગત સાંજે ૭ વાગ્યાના અરસામાં જીજે -૫-બીવાય-૮૦૭૩ નંબરની ઓટો રિક્ષા લઇ ઉન ભીંડી બજાર રઝા ચોક પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે ભીંડી બજાર હુશેનીય મસ્જીદ પાસે સ્થાનિક વિસ્તારના આસીફ ઉર્ફે પચ્ચીસ શમશુદ્દીન શેખ,તેની બેન તબ્બુસમ,બનેવી ફારૂક,શાહીન ઇમરાન અને બાબુ બિજનોરી સહિત ૧૦થી ૧૨ જણા ટોળે વળીને બેસેલા હતા. જેથી રિક્ષા ચાલક અખલાક ઉર્ફે પિન્ટુએ હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે તમે આવી રીતે ટોળે વળીને બેસો નહીં. જેથી આસીફ ઉર્ફે પચ્ચીસે અખલાકને ગાળો આપી તું પોલીસનો ચમચો છે ઉભો રે તને બતાવું તેમ કહી રિક્ષાની પાછળ લાકડાનો ફટકો લઇને દોડ્યો હતો. અખલાક ઉર્ફે પિન્ટુએ પોતાનો જીવ બચાવવા માટે રિક્ષા પુર ઝડપે હંકારી નુરાની નગર વિદ્યામંદિર સ્કુલ તરફ હંકારી હતી પરંતુ આગળ રસ્તો બંધ હોવાથી રિક્ષા ત્યાં જ મુકી ભાગી ગયો હતો. અખલાકે સમગ્ર બાબતની જાણ પોલીસ મથકમાં કરતા મહિલા પીએસઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે ઘસી ગયો હતો. ત્યારે રિક્ષાની તોડફોડ કરી અંદાજે ૨૫ હજારનું નુકશાન પહોંચાડ્યું હતું. ઘટના અંગે સચીન જીઆઇડીસી પોલીસે ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધી પાંચ જણાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application