Tapi mitra News:કોવિડ-૧૯ની મહામારીના નેશનલ લોકાડાઉનમાં સ્પાઇસ જેટ એરલાઇન્સે સ્પાઇસ એક્સપ્રેસથી સુરતમાં ૫૦૫ ટન ઝીંગાના બીજોની આયાત કરી રેકોર્ડ તોડયો છે.
સ્પાઇસ જેટ એરલાઇન્સે જણાવ્યું છે કે, ભારત સરકારની મરીન કૃષિ ઉડાન યોજના હેઠળ ખેડૂતોને પ્રોત્સાહ મળવા સાથે તેમને નુકસાન નહીં થાય તે માટે કોવિડ ૧૯ના લોકડાઉનમાં પણ એરકાર્ગો સેવા કાર્યરત રખાય હતી. દરમિયાન લોકડાઉનમાં ચેન્નાઇ અને વિશાખાપટ્ટનમથી ૫૦૫ ટન ઝીંગાના બીજને સ્પાઇસ એક્પ્રેસથી સુરત એરપોર્ટના કોર્ગો ટર્મિનલ પર ઊતારાયા હતા. આમ સમયરસ ઝીંગાના ઉત્પાદકોને બીજ મળતા પાક લેવામાં સરળતા મળી છે. ૨૫મી ફેબ્રુઆરીથી ૮મી મે સુધીમાં ૮૦૦ ટન ઝીંગાના બીજા આવ્યાની નોંધ થઈ છે. જો કે, કોવિડ-૧૯ના નેશનલ લોકડાઉનમાં ચેન્નાઇથી ૩૬૫ ટન અને વિશાખાપટ્ટનમથી ૧૪૦ ટન ઝીંગાના બીજ સુરતમાં આયાત કરાય છે. સ્પાઇસ જેટ એરલાઇન્સે એવું પણ જણાવ્યું છે કે, સ્પાઇસ એક્સપ્રેસથી સુરતથી દેશના અન્ય શહેરોમાં સેનિટાઇઝર, માસ્ક, દવા સહિતની મેડિકલ અને સર્જિકલ ચીજવસ્તુંઓ પણ પહોંચાડાય છે. રાજ્યમાંથી ૬૩૧ ટન ૬૩૧ ટન મેડીકલ, સર્જિકલ સાધનો, સેનિટાઈઝર્સ, ફેસ માસ્ક, કોરોના વાયરસ રેપિડ કિટ્સ, આઈઆર થર્મોમીટર જેવી ચીજ વસ્તુઓની હેરફેર થઈ છે. દેશ-વિદેશમાં સ્પાઈસ જેટે ૬૬૫૦ ટન મેડીકલ તથા આવશ્યક ચીજવસ્તુની હેરફેર કરી છે. સ્પાઇસ જેટ એરલાઇન્સના ચેરમેન અને એમડી અજય સિંધ કહે છે કે, ખેડૂતો માટે હાલનો સમય કપરો છે. ઝીંગા ઉત્પાદકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ખેડૂતો સુધી ઝીંગાના બીજ તથા અન્ય ખેડૂતોને પણ પાકમાં ઉપયોગમાં લેવાતા ખાતર સમયસર પહોંચી રહે તે માટે સ્પાઈસ જેટનો એરકાર્ગો પ્રયત્નશીલ છે. સ્પાઈસ જેટ એલાઇન્સે ૨૦ લાખ કિલો ખાતરો અને ઝીંગાના બીજની હેરફેર કરી છે, જેમાં કુલ ૯૫૦ ટન ઝીંગાના બીજ તથા ૧૦૭૦ ટન ખાતરનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500