Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સેન્ટ્રલ બસ સ્ટેશને રાતના એક વાગ્યા સુધી પ્રવાસીઓ બસ માટે લાઈનમાં ઊભા રહ્યાં

  • May 12, 2020 

Tapi mitra News:વતન જવા એસ.ટી.બસ મેળવવા માટે સેન્ટ્રલ બસ સ્ટેશને ગઈ મોડી રાતના એક વાગ્યા સુધી પ્રવાસીઓ લાઈનમાં ઊભા રહ્યાં હતાં. જોકે, બાદમાં ટોકન ઇશ્યુ કરીને બીજે દિવસે આવવાનું જણાવાયું હતું. આજે સવારે પણ ડેપો ઉપર ભીડ છે પણ, ટોકનના આધારે બસની ફાળવણી કરવામાં આવી રહી છે. એસટી બસનું બુકીંગ કરનારાઓને એસટી બસની ઉપલબ્ધતાને આધારે ફાળવણી કરવામાં આવી રહી છે. જોકે, માંગ ખૂબ હોવાથી નિગમ પાસે એસટી બસ ખૂટી પડી હતી, જેથી અન્ય ડિવિઝનમાંથી એસટી બસ મેળવવામાં આવી રહી છે, આ રીતે અત્યાર સુધીમાં ૧૦૦૦ જેટલી બસો અન્ય ડિવિઝનોમાંથી મેળવવામાં આવી છે. નિગમ રોજની સરેરાશ ૬૦૦થી વધુ બસો ઉપાડી રહ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એસટી બસોની સૌથી વધુ ડિમાન્ડ આમ તો હોળી, ધુળેટી અને દિવાળીના વેકેશન દરમિયાન રહેતી હોય છે. પરંતુ આ વખતે સૌથી વધુ માંગ થઈ છે. છેલ્લા આઠેક દિવસમાં પાંચ હજારથી વધુ એસટી બસની માંગ સૌરાષ્ટ્રવાસીઓ સહિત અન્યો તરફથી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application