Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં કોરોના વોર્ડમાં ડ્યૂટી કરી ૭ દિવસ બાદ ઘરે પહોંચતા નર્સનું રહીશોએ સ્વાગત કર્યું

  • May 12, 2020 

Tapi mitra News:સિવિલ હોસ્પિટલના કોરોનાના આઈસોલેશન વોર્ડમાં કોરોના પોઝિટિવ દર્દીઓ વચ્ચે ફરજ બજાવી સપ્તાહ બાદ ઘરે નર્સ પહોંચી હતી. ઘરે પહોંચેલી નર્સનું સોસાયટીના રહીશો દ્વારા ફુલો અને થાળીના રણકાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલનપોર કેનાલ રોડ પીરામીડ ટાઉનશીપમાં રહેતા તૃપ્તિબેન પંડ્યા નવી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. એક સપ્તાહ અગાઉ તેમને કોરોનાના આઈસોલેશન વોર્ડમાં ફરજ સોંપવામાં આવી હતી. એક સપ્તાહ સુધી સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં તેમણે ફરજ બજાવી હતી અને ત્યાં જ રોકાયા હતા. આ દરમિયાન તેમણે પોતાનો જન્મ દિવસ પણ સાદગીપૂર્ણ રીતે મનાવ્યો હતો. સાત દિવસ સુધી આઈસોલેશન વોર્ડમાં ફરજ બજાવ્યા બાદ તેઓ રવિવારે ઘરે ગયા ત્યારે સોસાયટીના રહીશોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. ફુલોની વર્ષા અને થાળીના રણકાર સાથે સોસાયટીના રહીશો દ્વારા તેમનું સ્વાગત કરાતા તેમની આંખો ભીની થઈ ગઈ હતી. તૃપ્તીબેનના પતિ પણ લિંબાયત ઝોનમાં સેનેટરી ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે. હાલ પતિ-પત્ની બન્ને પરિવારની ચિંતા કર્યા વિના કોરોના યોદ્ધા તરીકે ફરજ અદા કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application