Tapi mitra News:સુરત શહેરમાં કોરોના વાયરસને લઇ ત્રીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્ના છે. તંત્ર દ્વારા તમામ ડાયમંડ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ સહિતના અમુક લુમ્સના કારખાના સહિતને વેપાર ધંધો બંધ રાખવાનો આદેશ કર્યો છે. તે દરમ્યાન સોમવારે અચાનક જ મહિધરપુરાના પીપળા અને થોભા શેરીમાં આવેલી હિરાની ઓફીસો ચાલુ થતાં પોલીસ દોડતી થઇ હતી. ઓફીસ ચાલુ કરનાર લોકોને પોલીસે અટકાયત કરી છે.
સુરત શહેરમાં કડક લોકડાઉનનો અમલ પોલીસ કરાવી રહી છે. મોટાભાગના ઉદ્યોગો અને વેપાર બંધ હાલતમાં હોવાથી લોકોની હાલત કફોડી બની ગઇ છે. ૫૧ દિવસના લોકડાઉન દરમ્યાન લોકો હવે વેપાર ધંધો ખોલે તેની રાહ જોઈ રહ્યા છે. તે દરમ્યાન સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે સોમવારનો દિવસ ખુબ જ સારો રહ્ના હતો. બેલ્જીયમમાં હિરા ઉદ્યોગ શરૂ થતાં સુરત માટે ખુબ જ આનંદના સમાચાર હતા. તે દરમ્યાન મંગળવારે મહિધરપુરા થોભા અને પીપળા શેરી ખાતે આવેલી હિરાની ઓફીસો ખુલી જવા પામી હતી. જેને લઇને મહિધરપુરા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હિરાની ઓફીસો ખોલનારા ત્રણ થી ચાર જણાં વિરૂધ્ધ લોકડાઉનનો ભંગ કર્યો હોવાની ફરીયાદના આધારે ગુનો નોધી તેઓની અટક કરી હોવાનું જાણવા મળ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application