Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હીરાબાગ નજીક ધરતીનગરમાં પરપ્રાંતિય શ્રમિકો ફરી રસ્તા પર ઉતરતાં પોલીસે મામલો થાળે પાડ્યો

  • May 12, 2020 

Tapi mitra News:વરાછા એ.કે.રોડ ધરતી નગરમાં ફરી એકવાર શ્રમિકોની ધીરજ ખુટી પડી હતી. વતન જવાની માંગ અને ભોજન ન મળતા હોવાની ફરીયાદને લઇ શ્રમિકો રસ્તા પર ઉતરી પડતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસે ઉમટી પડેલા ટોળાંને વતન જવાની અને ભોજન આપવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો છે. પોલીસે આ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. કોરોના વાઈરસથી ચાલતા ત્રીજા તબક્કાના લોકડાઉનમાં શ્રમિકોની ધીરજનો અંત આવી ચુક્યો છે. એક રોડ પર આવેલા ધરતીનગર પર શ્રમિકો મંગળવારે ફરી રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. પરપ્રાંતિય શ્રમિકોએ વતન જવાની માંગ કરવાની સાથે સાથે ભોજન ન મળતું હોવાની ફરિયાદ કરી હતી. જેથી ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કાફલાએ સમજાવટથી કામ લઈને આશ્વાસન આપતાં મામલો થાળે પડ્યો હતો. વિનોદ નામના પરપ્રાંતિય શ્રમિકે જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિના કરતાં વધુ સમયથી કામ વગર બેઠા છીએ. રૂપિયા નથી અને વતન જવું છે. અહિં જમવાનું મળવાનું હવે મુશ્કેલ બન્યું છે. અમારે આ બીજી વખત રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. તંત્ર ધ્યાન આપે તે જરૂરી છે. પોલીસે આ તમામ લોકો સાથે સમજાવટથી કામ લેતા મામલો વણસે તે અગાઉ જ શ્રમિકોને તેમના ઘરે પરત મોકલી આપવામાં આવ્યાં હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application