Tapi mitra News-કોરોના વાઈરસના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગૌતમનગરમાં કરિયાણાને વેપારીએ આપઘાત કરી લીધો છે. ખાલી રૂમમાંથી સવારે યુપીવાસી વિષ્ણુદતનો લટકતો મૃતદેહ મળ્યો હતો. વિષ્ણુદતને પોલીસે પકડ્યા બાદ ઘરે આવ્યો ત્યારથી માનસિક તણાવમાં હતો એ દરમિયાન આપઘાત કરી લીધાનું તેમના નજીકનાએ જણાવ્યું છે. હાલ પોલીસે આપઘાત કરનાર વિષ્ણુના પીએમની કાર્યવાહી હાથ ધરી છે.
સચિન જીઆઈડીસીના ગૌતમ નગરમાં રહેતા વિષ્ણુદત્ત ૩૮ વર્ષ યુપીવાસી છે. નજીકના લોકોએ કહ્યું કે, વિષ્ણુ બે દિવસથી માનસિક તણાવમાં જીવતો. ૧૦મી મેના રોજ દુકાન ખોલતી વખતે ૩૮ વર્ષીય વિષ્ણુને પોલીસે દુકાન ખોલવાના આરોપમાં ઝડપી લઈને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. દુકાનની બહાર ઉઠક બેઠક પણ કરાવી હતી.. બાદમાં માર માર્યો હતો. આખો દિવસ પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો. પોલીસ સ્ટેશનથી ૪ હજાર દંડની રકમ ભરીને આવ્યા બાદ રૂમમાં જ રહેતો. તેને બેઈજ્જતી થયાનું સતત લાગતું અને આ જ તણાવમાં આપઘાત કરી લીધો હોવાનું તેમના નજીકનાએ જણાવ્યું છે. રાત્રે ભોજન કર્યા વગર સુઈ જનાર વિષ્ણુ ૧૧ મી ની સવારે માનસિક તણાવમાં હતો. મેરા ઇટના બેઇજતી કભી નહિ હુવા કહી ફરી રૂમમાં ચાલી ગયો હતો.રાત્રે પેન્ટના બદલે કમરમાં રૂમાલ લપેટી ઘરમાંથી બહાર ચાલી ગયા બાદ પરત નહિ આવતા પત્ની સવિતા દેવીએ ભાઈ સંતોષને બોલાવ્યો હતો. સવાર પડતા ઘર પાસેની એક બંધ ખોલીમાંથી પંખા સાથે દોરી બધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.પોલીસે પોસ્ટ મોર્ટમની દિશામાં તપાસ હાથ ધરી છે. વિષ્ણુના મોતથી તેના ત્રણ સંતાનોએ પિતાની છત ગુમાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application