Tapi mitra News-સુરત શહેરમાં કોરોના વાયરસના કેસો દિન પ્રતિદીન વધી રહ્યા છે. ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા હોટ સ્પોટ વિસ્તારમાં પાલિકા દ્વારા સર્વેલન્સની કામગીરી સઘન બનાવવામાં આવી છે. ખાસ કરીને લિંબાયત ઝોનના સ્લમ વિસ્તારમાં ૧.૪૦ લાખ જેટલી હોમિયોપેથીક દવાનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. સોમવારે કોરોનાના વધુ ૧૬ કેસો સામે આવ્યા છે. આ સાથે અત્યાર સુધી સુરત શહેરમાં ૮૫૨ કેસો નોધાયા છે. જયારે જીલ્લામાં અત્યાર સુધી ૫૭ કેસો મળી કુલ સુરતમાં ૯૪૯ કેસો નોધાઇ ચુકયા છે. સુરતમાં વધતા કેસોની સંખ્યા જાઇને કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ પણ સુરતમાં આવી પહોચી છે. પાલિકાએ લીધેલા અનેક મહત્વના પગલાઓ અને સિવીલ હોસ્પિટલમાં ચાલી રહેલી કામગીરી પણ નિહાળી છે.
સુરત શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં તંત્ર ચિંતીત દેખાઇ રહ્ના છે. ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં કોરોના પોઝીટીવનો આંકડો ૩૪૬ પર પહોચી જતાં લિંબાયતને કોરોના મુકત કરવા માટે અનેક મહત્વના પગલાઓ લીધા છે. રવિવારે મનપા કમિશ્નરે મુસ્લિમ અગ્રણીઓ સાથે એક બેઠક યોજી હતી. જેમાં મુસ્લિમ યુવાનો દ્વારા એક ટીમ બનાવી પાલિકા સાથે રહીને કોરોના વાયરસની જનજાગૃતિ માટે કામ કરવાની તત્પરતા બતાવી છે. આ ઉપરાંત પાલિકાએ એપીએક્ષ પધ્ધતિ મુજબ લિંબાયત ઝોન સહિત અન્ય ઝોનોમાં સર્વેની કામગીરી પણ શરૂ કરી છે. તે દરમ્યાન સોમવારે સુરત શહેરમાં ૧૬ કેસો નોધાયા છે. આ તમામ હોટ સ્પોટ અને રેડ ઝોન વિસ્તારના કેસો છે. આ સાથે સુરત શહેરમાં પોઝીટીવ કેસનો આંક ૮૯૨ પર પહોચી ગયો છે. પાલિકાએ પોઝીટીવ દર્દીના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા તમામને કોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી છે. આમ સુરત જીલ્લામાં ૫૭ કેસો નોધાયા છે. આ સાથે સુરતમાં કુલ કેસની સંખ્યા ૯૪૯ પર પહોચી છે. આ ઉપરાંત સુરતમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક ૩૯ પર પહોચી ગયો છે. અત્યાર સુધી ૫૩૦ જણાં કોરોનાને મ્હાત આપી ચુકયા છે. હાલ પાલિકા દ્વારા પોઝીટીવ દર્દીઓના ઘર , મહોલ્લા અને રસ્તાઓની ડિસ ઇન્ફેકશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application