Tapi mitra news-સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામે પથ્થરમારાની ઘટના સર્જાઈ હતી.આ મામલે પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી હતી, તે પૈકી વધુ નવ આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વરેલીમાં પોલીસ પર કરવામાં આવેલા પથ્થરમારા બાદ કુલ ૨૦૦ થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આગળ ૬ આરોપીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે. આમ, અત્યાર સુધી કુલ ૧૫ આરોપીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.આજરોજ પ્રવીણ યાદવ, જુમલાલ યાદવ, નાનજીભાઈ મકોડયા, શ્રીશંકર વિશ્વકર્મા, સોનુકુમાર યાદવ, અભિષેક યાદવ, લક્ષમણ શર્મા, બજરંગી શાહ, અરવિંદ શાહ નામના આરોપીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે ૩૦ લોકોના રિપોર્ટ લેવામાં આવ્યા હતા. સોનુ પાસવાન, સુબોધ ઉપાધ્યાય, ધર્મેન્દ્ર મહંતો, કુલદીપ પ્રસાદનો રિપોર્ટ અગાઉ પોઝિટિવ આવ્યો હતો. આટલા બધા આરોપીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ દોડતું થયું થયું. પથ્થરમારાની ઘટના બાદ વરેલી કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. વરેલીમાં મોટા પ્રમાણમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500