Tapi Mitra News:ચલથાણ રેલ્વે સ્ટેશનની સિમ માંથી પસાર થતી સુરત-ભુસાવલ ડાઉન લાઈન ઉપર ટ્રેન અડફેટે અજાણ્યા ઈસમનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર છઠી મે નારોજ ચલથાણ રેલ્વે સ્ટેશનની પૂર્વ કી.મી. નં.૧૧/૩૬-૩૮ વચ્ચે ડાઉન રેલ્વે લાઈન ઉપર ટ્રેન નંબર NMKL ડાઉન ગુડ્સ ટ્રેનની ટક્કર વાગતા આશરે ૪૫ વર્ષીય અજાણ્યા ઇસમને માથામાં થયેલ ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આશરે પાંચ ફૂટ પાંચ ઈંચ હાઈટ,જેણે શરીરે ગુલાબી કલરનું આખી બાયનું શર્ટ તથા ભૂરા કલરનો પેન્ટ તથા લીલા કલરનો જાંગિયા પહેરેલ છે.બનાવ અંગે બારડોલી રેલ્વે આઉટપોસ્ટ પોલીસ મથકે અકસ્માત મોત બનાવ રજીસ્ટર કરી વાલી વારસદારોની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application