Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાનો કેર યથાવત:સુરત શહેરમાં ૮૪૧ અને જિલ્લામાં ૪૮ કેસો મળી કૂલ પોઝિટીવ કેસોની સંખ્યા ૮૮૯ થઇ,કુલ ૩૭ દર્દીના મૃત્યુ

  • May 10, 2020 

Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૦૯ મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં ગઈ કાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૮૦૮ હતી, જેમાં ૩૩ કેસોનો વધારો થવાથી આજે કુલ ૮૪૧ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજે ૪૫ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૪૪૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૩૭ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૫૨.૯ ટકા રિકવરી રેટ થયો છે, જે એક ખુબ જ સારો રેટ છે, તેની પાછળનું કારણ ARI કેસોની અર્લી આઇડેન્ટીફિકેશન કરવામાં આવે છે. ૪.૪ ટકા રેટ મૃત્યુ દર છે. કોરોનામાં પહેલા ત્રણ દિવસ પછી ફિવર ન આવે તો તેના વારંવાર ટેસ્ટ કરી ડિસ્ચાર્જ કરવામાં આવતા હતા, જે ચેન્જ કરી હવે એકવાર ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવે છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોન અને ઉધનામાંથી ૦૭-૦૭ કેસો મળી આવ્યા છે. કૂલ ૧૪૮૦૯ ટેસ્ટીંગ કર્યા છે. મ્યુ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૧૬૭૭ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૪૩૭ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૮૪ લોકો છે. દરેક રેડ ઝોનમાં ત્રણ દિવસ સુધી હોમિયોપેથીક દવા આપવામાં આવશે. APX ચકાસણી માટે કુલ ૯૭૭ ટીમો કામ કરી રહી છે.  હાલની પરિસ્થિતિમાં સ્લમ એરિયામાં સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે. સ્લમ એરિયામાં ૩૬ ફિવર ક્લિનિક અને ૨૭૭ વોશ બેસિનનુ આયોજન કરવામાં આવ્યુ છે. સંવેદના પ્રોજેક્ટ હેઠળ સામાજિક સંસ્થાઓ અને પાલિકા દ્વારા ૪,૮૫,૧૦૦ ફુડ પેકેટનું આજે વિતરણ કરવામાં આવ્યું છે. જો લોકડાઉનનુ ૨૧ દિવસ સુધી વ્યવસ્થિત પાલન કરવામાં આવે તો કોવિડનું ઈન્ફેક્શન ફેલાતુ નથી. સાથે સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવુ અને માસ્ક ફરજીયાતપણે પહેરવુ જોઈએ. દરેક નાગરિક પોતાની જવાબદારી નિભાવે અને લોકડાઉનનું સંપુર્ણ પાલન કરે તથા જે ટીમો સર્વેલન્સ માટે આવે તો તેમનો સાથ સહકાર લોકો આપો તેવી વિનંતી મ્યુ. કમિશનરશ્રીએ કરી હતી. નોંધનીય છે કે, સુરત શહેરમાં ૮૪૧ અને જિલ્લામાં ૪૮ કેસો મળી કૂલ પોઝિટીવ કેસોની સંખ્યા ૮૮૯ થઇ છે. High light-સુરત જિલ્લામાં બારડોલી તાલુકાના બારડોલીમાંથી આજે ૦૧ પોઝિટિવ કેસ નોંધાયો

Tapi mitra News-સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૪૭ હતી, જેમાં ૦૧ કેસનો વધારો થવાથી આજે કુલ ૪૮ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજે ૦૫ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૦૧ દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસ પૈકી બારડોલી તાલુકાના બારડોલી નગરમાંથી આજે  ૦૧ મળી કુલ ૪૮ કેસો આવ્યા છે. કુલ ૫,૪૬૭ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૪૮ પોઝિટીવ અને ૫૩૪૭ નેગેટીવ કેસો જયારે ૨૯ કેસનો રિપોર્ટ પેન્ડિગ અને ૪૩ રિપીટ સેમ્પલ નોંધાયા છે. ૩૨ એક્ટિવ ક્લસ્ટર જેમાં, બોરીયા, અસનાબાદ, અંધાત્રી, હળદવા, મહુવરીયા, અનાવલ, ખરવાણ, બડતલ, ગાંગપુર, કવાસ, કેવડી, ડુંગર, સેવણી, જુના કાકરાપાર, ચોખવાડા, ખોડાંબા, કાની, સાંધિયેર, દખણવાડ(દેવધ), ઝંખવાવ, પાલી (સાંઈભુપત), દિહેણ, પાલી(ડી.એમ.નગર), લાજપોર, ઇચ્છાપોર, વેગી, વરેલી(ગાયત્રી નગર), વરેલી(દત્ત કૃપા), વરેલી(વ્રજધામ વિસ્તાર) કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૯,૩૨૪ ઘરો અને અને કુલ વસ્તી ૮૫,૧૬૬ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૮૭ ટીમ કાર્યરત છે. નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૧૧૬૨ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૧૨૫ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૧૨૮૭ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૨૪ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૧૨૬૩ કોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application