Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ સહિત સરકારી કર્મચારીઓ પર હુમલો કરનારને છોડવામાં નહીં આવે ૨૮ ગુનામાં ૬૪ આરોપી પાસા હેઠળ જેલમાં ધકેલાયા

  • May 09, 2020 

Tapi mitra News-રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘટે અને નાગરિકો આ કોરોનાની વૈશ્વિક મહામારીથી બચાવી શકાય એ માટે રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ માટે પોલીસ દ્વારા શક્ય એટલા સઘન પ્રયાસો કરાય છે. લૉકડાઉનને અસરકારક બનાવવાની વહીવટી તંત્રની આ કાર્યવાહીમાં કાયદો હાથમાં લઇ અવરોધ ઉભો કરનાર અસામાજિક તત્વોને પણ સાંખી લેવાશે નહીં. રાજ્યમાં લૉકડાઉનના અમલ અંગે વિગતો આપતા શ્રી ઝાએ ઉમેર્યુ કે, લૉકડાઉન દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા વિરોધ કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવી ઘટનાઓમાં સામેલ તત્વોને શોધી-શોધીને ધરપકડ કરી શક્ય એટલી વધુમાં વધુ કડક કાર્યવાહી કરાશે. લૉકડાઉનના અમલ તથા કોરોના સંક્રમણને રોકવા માટેની કામગીરીમાં અવરોધ ઉભો ન કરવા લોકોને અપીલ કરતાં શ્રી ઝાએ પોલીસ સહિત અન્ય સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર કોઇ પણ વ્યક્તિને છોડાશે નહીં એમ ચીમકી ઉચ્ચારી હતી. તેમણે ઉમેર્યું હતું કે ગઇકાલે પોલીસ પરના હુમલાના બે બનાવો પૈકી અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન અને રાજકોટ જિલ્લાના પડધરીમાં એક-એક ગુનો નોંધીને કાર્યવાહી કરાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૮ ગુનામાં ૬૪ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને જેલના હવાલે કરી દેવાયા છે,શ્રી ઝાએ ઉમેર્યુ કે વતન જવા માંગતા પરપ્રાંતીય શ્રમિકોએ પણ ધીરજ રાખીને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ રહેલી કામગીરીમાં સહયોગ આપવો જોઈએ. આ અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અંગત દેખરેખ રાખી રહ્યા છે ત્યારે શ્રમિકોએ તંત્ર પર ભરોસો રાખીને ખોટી અફવાઓ સંદર્ભે ગેરમાર્ગે દોરાવવું જોઈએ નહીં. ખોટી અફવા ફેલાવનાર સામે પણ પગલાં લેવાશે. ગઈકાલે અમદાવાદના ગોતા અને સૂરત જિલ્લાના ઇચ્છાપોર ખાતે શ્રમિકજનો એકત્ર થતા અવ્યવસ્થા સર્જાઈ હતી. પોલીસને નાછૂટકે કાર્યવાહી કરવી પડી હતી તેનો ઉલ્લેખ કરી શ્રી ઝાએ શ્રમિકોને અપીલ કરતા કહ્યું હતું કે વતન જવા માંગતા શ્રમિકો નિશ્ચિંત રહે જ્યાં છો ત્યાં જ રહો તંત્ર દ્વારા સામેથી જાણ કરવામાં આવશે. આંતરરાજ્ય પ્રવેશમાં પણ બંને રાજ્યના સહયોગ-સંકલનથી જ પ્રવેશ મળશે તેમ તેમણે જણાવ્યું હતું. સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય, કોમી લાગણી ભડકે, શ્રમિકો ગેરમાર્ગે દોરાય તેવી ભડકાઉ પોસ્ટ કે અફવા ન ફેલાવવા ભારપૂર્વક અનુરોધ કરતા કહ્યું કે, આવું બનશે તો તેમની સામે પણ શક્ય એટલા કડક પગલાં લેવાશે. મહેસાણા ખાતે સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનાર સામે ગુનો નોંધીને આરોપીની પાસા હેઠળ ધરપકડ પણ કરાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application