Tapi mitar News-ઉત્તર પ્રદેશ માટે સુરતથી ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી સચીન જીઆઇડીસી નજીક વસતા પરપ્રાંતિય કારીગરોને શનિવારે વહેલી સવારે સીટી બસમાં સુરત રેલ્વે સ્ટેશન રવાના કરવામાં આવ્યા હતા. સવારે ૬ઃ૩૦ કલાકે કારીગરોને લઈ જવા માટે ૪૪ સીટી બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.સુરતથી વારાણસી માટેની એક ટ્રેનમાં ૧૨૦૦ પ્રવાસીઓને મોકલવાના હોવાથી સવારથી જ થર્મલ સ્ક્રિનિંગ કરીને સીટી બસોમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ટ્રેન મારફતે તેમના વતન રવાના કરાયા હતા.
સુરતથી રવાના થયેલા પ્રવાસીઓ એક જ જિલ્લાના છે. સચિન ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ સોસાયટીના હોદ્દેદારોએ પ્રશાસન સાથે મળીને પરપ્રાંતીઓને વતન પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી છે.વતન જવા માટે ઉત્તર પ્રદેશ ઉપરાંત બિહાર અને ઓરિસ્સાના કારીગરોની તરફથી પણ ટ્રેનોનું બુકિંગ કરાવવામાં આવ્યું છે. સચિન વિસ્તારમાંથી જ અત્યાર સુધીમાં ઘણી ટ્રેનોનું બુકિંગ થઇ ચૂક્યું છે. સરકાર તરફથી વતન જવા દેવા માટે ટ્રેનો શરૂ કરવામાં આવશે એવી જાહેરાત પછી મોટી સંખ્યામાં પરપ્રાંતીયો વતન જવા માટે તૈયાર થયા છે. શનિવારે સચીન જીઆઇડીસી નજીક વસતા પરપ્રાંતિય કારીગરોને સીટી બસ મારફતે રેલ્વે સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. ૪૪ જેટલી બસોને વિનામુલ્યે પરપ્રાંતિયોને સુરત રેલ્વે સ્ટેશન મુકતા પહેલાં તેમનું થર્મલ સ્કેનીંગ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ટ્રેન મારફતે તેઓને રવાના કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application