Tapi mitra News-સુરતમાં કોરોના વાયરસના વધતા કેસને જજોઇને સુરત મહાનગર પાલિકા દ્વારા તા. ૯ થી ૧૪ મે સુધી એપીએમસી માર્કેટ સહિત શહેરની તમામ વિસ્તારમાં ભરાતી શાકભાજી માર્કેટ અને છુટક વેચાણ કરતા ફેરીયાઓ પર સંપુર્ણ પ્રતિબંધ મુકતુ જાહેરનામું બહાર પાડ્યુ છે. શનિવારે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં શાકભાજીની એકપણ લારી લાગી ન હતી. બીજી બાજુ લિંબાયત ઝોન રેડ વિસ્તાર હોવા છતાં ગોડાદરા આસપાસ મંદીરની સામે સવારે જાહેરનામાનો ભંગ કરતા હોવાનું સામે આવ્યુ છે. ગોડાદરા વિસ્તારમાં શાકભાજી માર્કેટ ભરાતા લોકો શાકભાજી ખરીદતા જોવા મળ્યા હતા.
ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે. જેમાં લિંબાયત ઝોનના ૩૨૬ , સેન્ટ્રલ ઝોનમાં ૧૧૮ , વરાછા-એ માં ૧૧૬ , કતારગામ ઝોનમાં ૮૨ અને ઉધનામાં ૮૧ જેટલા કોરોનાના કેસ મળી આતા તંત્ર દોડતુ થયુ છે. કોરોના વાયરસના કેસ કઇ રીતે ઓછા કરી શકાય તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા તા.૯ થી તા. ૧૪ મે સુધી સુરતની એપીએમસી માર્કેટની સાથે શહેરમાં ભરાતા તમામ શાકભાજી અને ફ્રુટ માર્કેટ અને છુટક વેચાણ કરતા ફેરીયાઓ પર સંપુર્ણ પ્રતિબંધ મુકયુ હોવાનું જાહેરનામું બહાર પાડ્યુ છે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા સામે કડક ભરવાના આદેશ મનપા કમિશ્નરે આપ્યા છે. તેમ છતાં શનિવારે લિંબાયત ઝોનના ગોડાદરા આસપાસ મંદીરની સામે સવારે શાકભાજી માર્કેટ ભરાયું હતુ. લોકો સોશ્યલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાવી ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. તેમ છતાં પોલીસ કે મનપાને આ વાત ધ્યાને ચડી ન હતી. સુરતના બાકી વિસ્તારોમાં તમામ શાકભાજી માર્કેટો બંધ જોવા મળી હતી. હાલ જાહેરનામાના પહેલા દિવસે જ લિંબાયતની આ પરિસ્થીતી હોય બાકીના પાંચ દિવસ કંઇ રીતે કામગીરી થશે તે એક ચિંતાનો વિષય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application