Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં કોરોનાની એન્ટ્રી:જીલ્લામાં કુલ ૪૮ કેસ નોધાયા

  • May 09, 2020 

Tapi mitra News-સુરત શહેરમાં કોરોના વાયરસના કેસો દિન પ્રતિદીન વધી રહ્યા છે. ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા હોટ સ્પોટ વિસ્તારમાં પાલિકા દ્વારા સર્વેલન્સની કામગીરી સઘન બનાવવામાં આવી છે. ખાસ કરીને લિંબાયત ઝોનના સ્લમ વિસ્તારમાં ૧.૪૦ લાખ જેટલી હોમિયોપેથીક દવાનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે.શનિવારે કોરોનાના વધુ ૨૨ કેસો સામે આવ્યા છે. આ સાથે અત્યાર સુધી સુરત શહેરમાં ૮૩૦ કેસો નોધાયા છે. જયારે જીલ્લાના બારડોલીમાં એક મહિલાને ચેપ લાગતા કુલ સંખ્યા ૪૮ પર પહોચી છે. આ સાથે સુરતમાં ૮૭૮ કેસો નોધાયા છે. સુરત શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓ ની સંખ્યામાં વધારો થતાં તંત્ર ચિંતીત દેખાઇ રહ્યું છે. ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં કોરોના પોઝીટીવનો આંકડો ૩૨૬ પર પહોચી જતાં લિંબાયતને કોરોના મુકત કરવા માટે અનેક મહત્વના પગલાઓ લીધા છે. પાલિકાએ એપીએક્ષ પધ્ધતિથી ૫૪૦૦૦ ઘરોનું ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીનો દૌર શરૂ કર્યો છે. આ ઉપરાંત લિંબાયતના તમામ એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરત મહાનગર પાલિકા દ્વારા ૧.૪૦ લાખ લોકોને હોમિયોપેથીક દવાનું વિતરણની કામગીરી શરૂ કરી છે. તે દરમ્યાન શનિવારે સુરત શહેરમાં ૨૨ કેસો નોધાયા છે. આ તમામ હોટ સ્પોટ અને રેડ ઝોન વિસ્તારના કેસો છે. આ સાથે સુરત શહેરમાં પોઝીટીવ કેસનો આંક ૮૩૦ પર પહોચી ગયો છે. પાલિકાએ પોઝીટીવ દર્દીના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા તમામને કોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત બારડોલી તાલુકાના તાયવાડમાં રહેતી ૪૯ વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ મહિલા અમદાવાદથી સુરત આવી હતી. આરોગ્ય વિભાગે મહિલાને માલીબા કોવિડ સેન્ટર ખાતે સારવાર અર્થે મોકલી આપી છે. આમ સુરત જીલ્લામાં ૪૮ કેસો નોધાયા છે. આ સાથે સુરતમાં કુલ કેસની સંખ્યા ૮૭૮ પર પહોચી છે. આ ઉપરાંત સુરત રેલ્વે સ્ટેશનની આકાશ હોટલમાં મહારાષ્ટ્રની મહિલા રોકાયેલી હોવાનું આરોગ્ય વિભાગને જાણવા મળ્યુ હતુ. હોટલમાં કોઇપણ પ્રકારની એન્ટ્રી વગર આ મહિલા રોકાઇ હતી. જેથી મનપાના અધિકારીઓએ હોટલમાં જઇ મહિલાને ૧૪ દિવસ હોમ કોરોન્ટાઇન રહેવાની સુચના આપી છે. high light-સુરત શહેરમાં નવા ૨૨ કેસ નોંધાતા પોઝિટિવનો આંક ૮૭૮

high light-બારડોલી તાલુકાના તાયવાડમાં રહેતી ૪૯ વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ મહિલા અમદાવાદથી સુરત આવી હતી. આરોગ્ય વિભાગે મહિલાને માલીબા કોવિડ સેન્ટર ખાતે સારવાર અર્થે મોકલી આપી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application