Tapi mitra News-તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાં કલમકુઇ ગામના “કોરોના” પોઝેટિવ યુવાન એવા આરોગ્યકર્મીના “કોરોના” ટેસ્ટ નેગેટિવ આવતા, તેમને પણ સુરત ખાતેની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાં કલમકૂઈ ગામે રહેતા, અને સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં સબ સેન્ટર ખાતે એમ.પી.એચ.ડબલ્યુ. તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય યુવાન નામે હિરેન વિક્રમભાઈ ચૌધરીનો, ગત તા.25/04/2020ના રોજ માંડવી સ્થિત રેફરલ હોસ્પિટલ ખાતે “કોરોના” પોઝેટિવ કેસ જાહેર થયો હતો. ત્યાર બાદ આ યુવાનને સુરત ખાતેની સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ યુવાનની સઘન સારવાર બાદ છેલ્લા 24 કલાકના “કોવિદ-19” માટેના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા, આજ તા.08/05/ 2020ના રોજ તેમને સિવિલ હોસ્પિટલ, સુરત ખાતેથી રજા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાનો પ્રથમ કેસ વ્યારા તાલુકાનાં માયપુર ખાતે નોંધાયો હતો. જે દર્દી પણ સારા થતાં તેમને ગત તા.04/05/2020ના રોજ વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હતી. જ્યારે જિલ્લા બહાર નોંધાયેલા પરંતુ તાપી જિલ્લાના વાતની એવા આ બીજા દર્દીને પણ આજે સુરત ખાતેથી રજા અપાતા, હવે તાપી જિલ્લાનો કુકરમુંડા તાલુકાનો એકમાત્ર દર્દી અમદાવાદ ખાતે સારવાર હેઠળ રહેવા પામ્યો છે.જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીએ જિલ્લાના પ્રજાજનોને “લોકડાઉન” ના તમામ નીતિ નિયમો, અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીને, આગામી દિવસોમાં જિલ્લાને “કોરોના મુક્ત” કરવામાં સૌને સહયોગ આપવાનો અનુરોધ કરી, તાપી જિલ્લાના આરોગ્ય તંત્રને અભિનંદન પાઠવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500