Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઔરંગાબાદ:રેલના પાટા પર સૂઈ રહેલા પ્રવાસી શ્રમિકો માલગાડી નીચે કચડાયા:૧૪ શ્રમિકોના મોત

  • May 08, 2020 

ઔરંગાબાદ:મહારાષ્ટ્રમાં રુવાંટા ઉભા થઇ જાય તેવો ભયંકર અકસ્માત સર્જાયો છે. રેલના પાટા પર સૂઈ રહેલા પ્રવાસી શ્રમિકો માલગાડી નીચે કચડાયા જેમાં ૧૪ શ્રમિકોના મોત થયા છે. ૩ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે અને ૨ લોકો આ અકસ્માતમાં બચી ગયા છે. તમામ મજૂરો પોતાના વતન ઘરે જઈ રહ્યા હતાં. આરામ કરવા માટે પાટા પર સૂઈ રહ્યાં હતાં. ઔરંગાબાદના કરમાડ રેલવે સ્ટેશન નજીક આ અકસ્માત વહેલી આજે સવારે થયો.આ તમામ પ્રવાસી શ્રમિકો પોતાના ઘરે પગપાળા જઈ રહ્યાં હતાં. આરામ કરવા માટે પાટા પાસે રોકાયેલા હતાં. ઔરંગાબાદ જિલ્લાના કરમાડ રેલવે સ્ટેશન નજીક આ ઘટના ઘટી. કુલ ૧૯ મજૂરો હતાં. ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનના કારણે દેશભરમાં મજૂરો ફસાયેલા હતાં. અનેક જગ્યાએ હજારોની સંખ્યામાં મજૂરો પગપાળા જ પોતાના ઘરે જવા માટે નીકળી પડયા છે. આવામાં રાતે રોકાવવા માટે મજૂરોએ રેલવે ટ્રેનો સહારો લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application