Tapi mitra News-સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૪૧ હતી, જેમાં ૦૨ કેસનો વધારો થવાથી આજે કુલ ૪૩ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજે ૦૩ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૦૧ દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસો પૈકી પલસાણા તાલુકાના કડોદરાના આજે ૦૨ મળી કુલ ૪૩ કેસો આવ્યા છે. કુલ ૫૦૩૫ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૪૩ પોઝિટીવ અને ૪૯૪૯ નેગેટીવ કેસો જયારે ૪૩ રિપીટ સેમ્પલ નોંધાયા છે.
૨૭ એક્ટિવ ક્લસ્ટર જેમાં, બોરીયા, અસનાબાદ, અંધાત્રી, હળદવા, મહુવરીયા, અનાવલ, ખરવાણ, બડતલ, ગાંગપુર, કવાસ, કેવડી, ડુંગર, સેવણી, જુના કાકરાપાર, ચોખવાડા, ખોડાંબા, કાની, સાંધિયેર, દખણવાડ(દેવધ), ઝંખવાવ, પાલી (સાંઈભુપત), દિહેણ, પાલી(ડી.એમ.નગર), લાજપોર, ઇચ્છાપોર) કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૫૬૯૩ ઘરો અને અને કુલ વસ્તી ૬૮,૬૭૯ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૬૨ ટીમ કાર્યરત છે.નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૮૬૬ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૧૬૪ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૧૦૩૦ લોકો હોમ કોરન્ટાઇન હેઠળ છે. જયારે આજે ૨૪ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૧૦૦૬ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500