Tapi mitra News-બારડોલીની વૃદ્ધાને સ્મીમેરમાં મૃત જાહેર કરવામાં આવી હતી. બાદમાં તબીબોએ મૃત્યુ શંકાસ્પદ ગણાવી કહ્યું કે,આ અમારી હદમાં નથી આવતું તેમ કહી ૧૦૮ને સિવિલમાં મોકલી આપ્યો હતો. સિવિલના તબીબો માટે પણ આશ્ચર્યજનક કિસ્સામાં ૬૦ વર્ષના ઇન્દિરાબેનનું તાવની માંદગીમાં અવસાન થયું અને તબીબોએ કોરોનાના ભય વચ્ચે સાતેક કલાક વહિવટી આંટીધૂંટીમાં મૃતદેહ અટવાયો હતો. આ દરમિયાન પિતાએ ન્યૂઝિલેન્ડમાં રહેતા દીકરા સાથે ટેલિફોનિક વાત કરીને માતાના અવસાનની જાણ કરી સુરતમાં જ અંતિમસંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું.
બારડોલીમાં રહેતા ઈન્દિરાબેનના પતિ અરવિંદભાઈ મૈસૂરિયાનો એકનો એક દીકરો ન્યુઝીલેન્ડમાં રહે છે. દીકરો વિદેશ ગયા બાદ એમણે રત્નકલાકારની નોકરી છોડી નિવૃત જીવન જીવતા હતા. છેલ્લા ત્રણ દિવસથી પત્ની ઇન્દિરાને માત્ર તાવ આવતો હતો. મધરાત્રે તબિયત લથડતા તેને સૌપ્રથમ બારડોલીની સરદાર હોસ્પિટલમાં લઈ જવાયા બાદ સુરત સ્મીમેર હોસ્પિટલ રીફર કરાયા હતા. જ્યાં વહેલી સવારે ડોક્ટરોએ ઈન્દિરાને મૃત જાહેર કરી આ અમારી હદમાં નથી આવતું કહી ૧૦૮માં સુરત સિવિલ મોકલી આપ્યા હતા. જ્યાં પણ એક મહિલા મેડિકલ ઓફિસરે સમજ ન પડતા ઉપરા અધિકારીઓ ને ફોન કર્યા હતા. ત્યારબાદ એમની ડ્યુટી પુરી થઈ જતા ચાલી ગયા હતા. હોસ્પિટલના વહીવટદારો સવારે ૬ વાગ્યાથી લઈ બપોરે ૧૨ વાગ્યા સુધી કોઈ નિર્ણય ન લઈ શક્યા હતા. પોસ્ટ મોર્ટમ માટે પોલીસે કાગળ પણ ભરી દીધા હતા. ત્યારબાદ અચાનક ડેથ સર્ટી સાથે મૃતદેહ આપી અંતિમવિધિ સુરતમાં જ અને એકતા ટ્રસ્ટ સાથે રહીને કરવા સુચના આપી હતી. જોકે ન્યુઝીલેન્ડ છોકરાને તમામ વાત કર્યા બાદ એ પણ સંમત થયો હતો એટલે પત્નીની વિધિ સુરતમા જ પૂરી કરી બારડોલી જવાનો નિર્ણય કર્યોં હતો.(ફાઈલ ફોટો)
High light-ન્યૂઝિલેન્ડ દીકરાને ફોન કરી પિતાએ કર્યા અંતિમસંસ્કાર સ્મીમેર હોસ્પિટલમાં મોત થયા બાદ મૃતદેહ સિવિલ મોકલી દેવાયો હતો,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application