હનીફ માંજુ દ્વારા ભરૂચ:અંકલેશ્વર નગરપાલિકાનાં ચીફ ઓફિસરશ્રી પ્રશાંત કે પરીખ ના માર્ગદર્શનથી અને ફૂડ એન્ડ ડ્રગ્સ ભરૂચના ડેઝીગનેટેડ ઓફિસરશ્રી એ આર વલ્વીની હાજરીમાં અને સંયુક્ત ઉપક્રમે કોરોના વાયરસની મહામારી અન્વયે લોકડાઉનને લીધે જે તે મીઠાઈ, ફરસાણ અને દૂધ- માવાની બનાવટો નું વેચાણ કરતી દુકાનો અને ગોડાઉન હાલમાં બંધ છે. જેના લીધે આ દુકાનોમાં અખાદ્ય જથ્થો છે કે નહીં તેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટરશ્રી રઘુવીરસિંહ મહીડા, શોપ્સ વિભાગનાં શ્રી નયનભાઈ કાયસ્થ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ ભરૂચના ફૂડ સેફટી ઓફિસરશ્રી બી.બી.વાવૈયા અને શ્રી જે.એ.પટેલ દ્વારા ચેકીંગની કામગીરી હાથ ધરેલ હતી. જેમાં મીઠાઈ, ફરસાણ, દૂધ માવાની બનાવટો, માવાનો અખાદ્ય જથ્થો અંદાજીત ૫૮૭ કિલો જપ્ત કરીને તેના ઉપર જંતુનાશક પાવડરનો છંટકાવ કરીને નાશ કરવામાં આવેલ છે.આ તમામ અખાદ્ય જથ્થો હતો તેને નગરપાલિકા ની સુકાવલી સાઈડ ખાતે જે.સી.બી. વડે ખાડો ખોદીને તેમાં નાંખીને નાશ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application