Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર થી ગોરખપુર સુધીની શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન શ્રમિકોને લઇને રવાના થઇ

  • May 07, 2020 

હનીફ માંજુ દ્વારા ભરૂચ:કેન્દ્ર સરકાર ધ્વારા લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજ રોજ જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાના સંકલિત પ્રયાસોને સફળતા મળતાં અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ગોરખપુર સુધી શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન શ્રમિકોને લઇને અંકલેશ્વર રેલ્વેસ્ટેશન ખાતેથી સવારે ૧૦-૩૦ કલાકે રવાના થઇ હતી. શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનમાં ભરૂચ જિલ્લાના આશરે ૧૨૦૦ જેટલા શ્રમિકોને લઇને માદરે વતન જવા રવાના થઇ હતી જેમાં અંકલેશ્વરના ૮૧૪, હાંસોટના ૬૬, વાલીયાના ૧૦, ભરૂચ અને વાગરાના ૩૧૦ શ્રમિકોનો સમાવેશ થાય છે. જિલ્લા કલેકટરશ્રી ધ્વારા આ પ્રવાસના આયોજન માટે સંવેદના દાખવીને ત્રિપક્ષીય સંકલન કરીને શ્રમિકોને પ્રવાસ સરળ અને સુવિધાજનક બની રહે એ માટે જરૂરી તમામ કાર્યવાહીઓ સંકલન સાથે સમયસર પૂરી કરવા જિલ્લા વહીવટીતંત્રને સુચના આપી હતી. અને આ અંગેની તમામ તકેદારી લેવામાં આવી હતી. આજે સવારે ૧૦-૩૦ કલાકે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન પ્રમાણે પ્રાંત અધિકારીશ્રી રમેશભાઇ ભગોરા, રેલ્વે તંત્ર અને પોલીસ તંત્ર સાથેના સંકલનમાં રહીને જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસો ધ્વારા સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે શિસ્તબધ્ધ રીતે માસ્ક પહેરીને, સોશિયલ ડિસ્ટન્સ જાળવી ગાડી સુધી પહોંચે, બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે રીતની વ્યવસ્થા સાથે તમામ સાવચેતી રાખવામાં આવી હતી. કેન્દ્ર સરકારના દિશા- નિર્દેશ મુજબ શ્રમિકોને ટ્રેનમાં સવાર થઇને વતનની વાટ પકડી હતી. આ વેળાએ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર પહોંચેલા ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર અને વહીવટીતંત્રના સહયોગથી લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવા શ્રમિક ટ્રેનની તાત્કાલિક મંજૂરી મળતાં આજે જિલ્લાના ૧૨૦૦ જેટલા શ્રમિકોને અંકલેશ્વરથી ગોરખપુર સુધીની ટ્રેનમાં તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંસદશ્રીએ શ્રમિકો માદરે વતન પહોંચે તે માટે ભારત સરકાર અને રાજય સરકાર સતત કટીબધ્ધ છે તેમ જણાવી આવી મહામારી સમયે આપણે સાથે મળીને સમસ્યાનું નિવારણ લાવીશું તેવી આશા પણ સાંસદશ્રીએ વ્યકત કરી હતી. સાંસદશ્રીએ શ્રમિકો માસ્ક પહેરે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને યાત્રા કરે તે માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ટ્રેનમાં શ્રમિકોને બિસ્કીટ, સૂકો નાસ્તો, પાણીની બોટલ અને માસ્ક આપવામાં આવ્યા હતા. લોકડાઉનના અમલ બાદ વતન જવા ઇચ્છતા ભરૂચ જિલ્લાના શ્રમિકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આ વેળાએ જિલ્લા વહીવટીતંત્રની સમગ્ર ટીમ, જિલ્લા પોલીસ વિભાગ, ઉધોગ- શ્રમ અને રેલ્વે વિભાગના અધિકારીઓએ ખડેપગે સેવા બજાવી હતી. આ વેળાએ અંકલેશ્વરની સુહાનીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હું ગોરખપુરની રહેવાસી છું અને અંકલેશ્વર ખાતે રહું છું. કોરોના મહામારીને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હોવાથી કારખાનું બંધ હોવાથી મને વતન જવાની ઈચ્છા હતી. સરકાર ધ્વારા અમને વતન સુધી લઈ જવા માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવી છે જે બદલ તેમનો આભાર વ્યક્ત કરૂં છું. અન્ય એક શ્રમિકે જણાવ્યું હતું કે, કોરોના કહેરને કારણે પરિવાર તરફથી વારંવાર ચિંતા કરીને ઘરે આવવાનું કહેવામાં આવતું હતું. તેથી આજે વતન જવાનો મોકો મળેલ છે. તેણે જ્યારે ઉદ્યોગો ચાલુ થશે અને ઉદ્યોગકારો બોલાવશે તુરંત આવી જઈશું અને કામ ધંધામા પરોવાઈ જઈશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application