Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પેટીએમનું કેવાયસી અપડેટ કરવાના ફેક કોલને અનુસરતા કતારગામના યુવાને ૨.૪૧ લાખ ગુમાવ્યા

  • May 06, 2020 

Tapi mitar News-લોકડાઉનમાં પેટીએમનું કેવાયસી અપડેટ કરવા માટે આવેલા ફોનમાં વાત કરનારની સુચનાને અનુસરનાર સુરતના કતારગામના યુવાને રૂ.૨.૪૧ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. મૂળ ભાવનગરના વતની અને સુરતમાં કતારગામ આંબાતલાવડી હરીધામ સોસાયટી ઘર નં.૧૭૪ માં રહેતા ૪૨ વર્ષીય રમેશભાઇ ગોવિંદભાઇ અસલાલીયા નોકરી કરે છે. ગત ૨૧ એપ્રિલની સાંજે તે પોતાના ઘરે હાજર હતા ત્યારે અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી એક વ્યક્તિએ ફોન કરી પેટીએમ કેવાયસી માંથી રાજીવ શર્મા બોલું છુ કહી તમારું પેટીએમ કેવાયસી અપડેટ કરાવવાનું છે, જો નહીં કરાવશો તો પેટીએમ બંધ થઇ જશે તેમ કહ્યું હતું. આથી રમેશભાઇએ કેવી રીતે અપડેટ કરાવવાનું છે તેમ પૂછતાં રાજીવ શર્માએ ટીમવેર એપ ડાઉનલોડ કરાવી હતી. ત્યાર બાદ તેણે જીઓ ના એક મોબાઇલ નંબર ઉપર રિચાર્જ કરવા કહેતા રમેશભાઇએ પોતાની સ્ટેટ બેન્કની યોનો એપ દ્વારા રિચાર્જ કરાવ્યું હતું. તે રિચાર્જની થોડી જ મિનિટોમાં તેમના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા એકાઉન્ટ માંથી રૂ.૧,૫૦,૦૧૦/- ઉપાડી લઇ રાજેશ શર્માએ તમારું કેવાયસી અપડેટ થઇ ગયું છે તેમ જણાવી રમેશભાઇ પાસે ક્રેડિટ કાર્ડથી રૂ.૧૦૦ નું પેટીએમમાં રિચાર્જ કરાવી પહેલા રૂ.૨૩,૦૦૦/- અને બાદમાં રૂ.૨૦૦૦/- મળી રૂ.૨૫,૦૦૦/-પેટીએમમાં ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યાર બાદ તેણે ક્રેડીટ કાર્ડમાંથી સીધા રૂ.૪૦,૦૦૦/- અને બીજા રૂ. ૨૫,૫૦૦/-ઉપાડી લીધા હતા. પેટીએમનું કેવાયસી અપડેટ કરવાના બહાને કુલ્લે રૂ.૨,૪૦,૫૧૦/- નું ટ્રાઝેક્શન કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરનાર ફોનધારક રાજેશ શર્મા વિરૂદ્ધ રમેશભાઇએ ગતરોજ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇએ વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application