Tapi mitra News-કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરતાં લાખો પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે અટવાઇ ગયા છે. લોકડાઉનમાં રોજગાર ધંધા બંધ હોવાના કારણે પરપ્રાંતિયોને ઘરના ભાડા અને પરિવાર ચલાવવા માટે પૈસા ન હોવાના કારણે તેઓ અવાર નવાર રસ્તા પર ઉતરી આવી તોફાનો મચાવી રહ્ના છે. તે દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા માટે પરવાનગી આપી સ્પેશ્યલ ટ્રેન અને બસો ચાલુ કરી છે. પરંતુ આ શ્રમિકો પાસે ભાડુ વસુલવામાં આવી રહ્ના છે. અમુક પરપ્રાંતિયો પાસે ભાડાના પૈસા ન હોવાના કારણે પોતાના ઘરનો સામાન અને દાગીના ગીરવે મુકીને પણ ટીકીટના પૈસા કરી રહ્ના છે. તેવા સમયે કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોîગ્રેસ ગાંધીએ વતન જતાં પરપ્રાંતિયોનો તમામ ખર્ચ કોગ્રેસ ઉઠાવશે તેવી જાહેરાત કરતાં તેઓમાં ખુશી જાવા મળી રહી છે. જેના ભાગરૂપે સુરત કોગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતા દ્વારા પરપ્રાંતિયો અને સોરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતાં રત્ન કલાકારોનો ખર્ચ કોગ્રેસ ઉપાડશે તેવું જણાવ્યુ છે. તે દરમ્યાન ગુજરાત પ્રદેશ કોગ્રેસના સહમંત્રી અને તેમની ટીમ દ્વારા ઉધના રેલ્વે સ્ટેશન પાસે પરપ્રાંતિયોને વતન જવા માટેના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ફોર્મ ભરીને કલેકટરને આપીને ત્યાંથી પૈસા આપીને ટીકીટ લઇ પરપ્રાંતિયોને ફ્રી માં આપશે તેવું કોગ્રેસના સહમંત્રી આશિષ રાયે જણાવ્યુ છે. ફોર્મ ભરવા માટે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે પરપ્રાંતિયોની મોટી લાઇન જાવા મળી છે. તમામ સોશ્યલ ડિસ્ટન્સમા ઉભા રહી ફોર્મ ભરતા નજરે પડ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application