Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૦૫ મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં ગઈ કાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૬૭૪ હતી, જેમાં ૨૪ કેસોનો વધારો થવાથી આજે કુલ ૬૯૮ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજે ૩૦ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૩૦૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૩૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૪૩ ટકા રિકવરી રેટ થયો છે, જ્યારે ૪.૬ ટકા મૃત્યુ દર રહ્યોં છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના ઉધના ઝોનમાંથી આજે ૦૭ કેસો મળ્યા છે. ૧૩૨૬૮ ટેસ્ટીંગ કર્યા છે. જેમાંથી કુલ ૬૯૮ પોઝિટીવ કેસ મળ્યા છે.
મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૧૮૬૨ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૩૬૨ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૧૧૯ લોકો છે. હાલની પરિસ્થિતિમાં સ્લમ એરિયામાં ૩૧ ફિવર ક્લિનિક અને ૧૯૬ વોશ બેસિનનુ આયોજન કરવામાં આવ્યુ છે. કોરોના સામે જાગૃતિ માટે ૬૧ પ્રચાર ગાડી મુકવામાં આવી છે. કોરોના યોદ્ધા સમિતી દ્વારા લોકોને કોરોના વિશે સમજણ લાવવાનુ કાર્ય થઈ રહ્યું છે. સમિતી દ્વારા સ્લમ વિસ્તારમાં વધુને વધુ ઉકાળા અને હોમિયોપેથી દવાનુ વિતરણ કરવામાં આવ્યું છે. હોમિયોપેથી દવામાંથી ખુબ જ સારૂ પરિણામ મળ્યુ છે, ડિસઈન્ફેક્શન અને સેનેટાઈઝેશનની કામગીરી શહેરના સ્લમ વિસ્તારમાં વધુને વધુ કરવામાં આવે છે. કુલ ૧,૬૫,૫૫૫ સ્થળો પર ડિસઈન્ફેક્શન અને સેનેટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે. સૌથી વધુ કેસો ૪૦ થી ૬૦ ઉંમરના લોકોમાં જોવા મળ્યા છે. પુરૂષોમાં ૨૯ થી ૪૦ વર્ષના યુવાનોમાં વધુ કેસો જોવા મળ્યા છે. સૌથી વધુ સેન્ટ્રલ, નોર્થ અને સાઉથ-ઈસ્ટ ઝોનમાં તમામ ઉંમરના લોકો જયારે ઈસ્ટ ઝોન-બી, વેસ્ટ અને અઠવા ઝોનમાં ૦ થી ૦૯ વર્ષના બાળકો ઈનફેક્ટેડ થયા નથી. જ્યારે પણ શ્વાસ લેવામાં તકલીફ હોય, ઉધરસ, તાવ અથવા ડાયેરિયા જેવા લક્ષણો હોય તો તરત જ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો. જેથી સારવાર કરવામાં સરળતા રહે છે. અમુક કિસ્સાઓમાં આમાંથી એક પણ લક્ષણ ન હોય તો પણ કેસ પોઝિટીવ આવે છે. જે વાઈરસનું પ્રારંભિક સ્ટેજ હોઈ શકે છે.
high light-સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના દિહેણ ગામમાંથી આજે ૦૧ પોઝિટિવ કેસ નોંધાયો
સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૩૯ હતી, જેમાં ૦૧ કેસનો વધારો થવાથી આજે કુલ ૪૦ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજે ૦૧ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૦૧ દર્દીનું મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસ પૈકી ઓલપાડ તાલુકાના દિહેણ ગામના ૦૧ કેસ મળી કુલ ૪૦ કેસો આવ્યા છે. કુલ ૪૬૦૨ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૪૦ પોઝિટીવ અને ૪૪૩૨ નેગેટીવ કેસો જયારે ૮૭ કેસનો રિપોર્ટ પેન્ડિંગ અને ૪૩ રિપીટ સેમ્પલ નોંધાયા છે. ૨૭ એક્ટિવ ક્લસ્ટર જેમાં, બોરીયા, અસનાબાદ, અંધાત્રી, હળદવા, મહુવરીયા, અનાવલ, ખરવાણ, બડતલ, ગાંગપુર, કવાસ, કેવડી, ડુંગર, સેવણી, જુના કાકરાપાર, ચોખવાડા, ખોડાંબા, કાની, સાંધિયેર, દખણવાડ(દેવધ), ઝંખવાવ, પાલી (સાંઈભુપત), દિહેણ, પાલી(ડી.એમ.નગર), લાજપોર, ઇચ્છાપોર) કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૫૬૯૩ ઘરો અને અને કુલ વસ્તી ૬૮,૬૭૯ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૬૨ ટીમ કાર્યરત છે. નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૯૦૯ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૧૨૪ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૧૦૩૩ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૧૦૯ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૯૨૪ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500