Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉનના કારણે આઈ-ખેડુત પોર્ટલની મુદ્દત તા.૩૧ મે સુધી વધારવામાં આવી 

  • May 05, 2020 

Tapi mitra News-વર્ષ :૨૦૨૦-૨૧ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ રાજયના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ લઇ શકે તે માટે પોર્ટલ તા.૦૧/૦૩/૨૦૨૦ થી તા.: ૩૦/૦૪/૨૦૨૦ સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. પરંતુ ચાલુ વર્ષે નોવેલ કોરોના વાઇરસ (Covid-19) ના સંક્રમણના લીધે રાજયમાં લોકડાઉન રહેવાના કારણે ઘણા ખેડૂતો ઓનલાઇન અરજી કરવાથી વંચિત રહી ગયેલ હોવાથી, ખેડૂત મિત્રો માટે બાગાયત ખાતાની સહાય યોજનાઓના વિવિધ ઘટકોમાં અરજી કરવા I-Khedut પોર્ટલની મુદ્દત વધારી તા.૩૧/૦૫/૨૦૨૦ સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જે ખેડૂત મિત્રો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓમાં લાભ લેવા માંગતા હોય તેઓએ પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા અત્રેની કચેરીમાં સવારના ૧૧.૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન ૭/૧૨,૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા માંગતા ઘટકમા સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનિક કાગળો દીન સાતમાં ઓન લાઇન અરજી ikhedut.gujarat.gov.in  સાઇટ પર કરી શકાય છે. વધુ જાણકારી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરત. ફોન નં:૦૨૬૧-૨૬૫૫૯૪૮. પર સંપર્ક કરવા સૂરતના નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application