Tapi mitra News-વરાછા વિસ્તારમાં રહેતી એક ગર્ભવતી મહિલા સૌરાષ્ટ્ર વતન જવા માટે પરમીશન લેવા માટે કલેક્ટર કચેરી પહોંચી હતી. સુરતમાં હાલ સાત માસ ગર્ભવતી પત્ની સાથે માત્ર પતિ હોવાથી બાળકની સારી રીતે કાળજી લેવા માટે વતન જવાની માંગ કરી રહી છે. સગર્ભાએ જણાવ્યું હતું કે, સાહેબ, મને ૭મો મહિનો છે.. વતન જવું છે પણ ૫ દિવસથી ઓનલાઈન પરમિશન ના મળતાં અંતે અહીં આવવું પડ્યું છે. મૂળ રાજકોટના જેતપુર તાલુકાના થાણા ગાલોળ ગામની રહેવાસી અને વરાછા વિસ્તારમાં યોગીચોક ખાતે આમ્રકુંજ સોસાયટીમાં ૨૮ વર્ષીય વનીતાબેન કિરીટભાઈ બુટાણી પતિ સાથે ભાડાના મકાનમાં રહે છે. વનીતાને સાત માસનો ગર્ભ છે અને દોઢ વર્ષના લગ્ન અને પહેલું જ બાળક છે. એમ્બ્રોઈડરીના કામકાજ સાથે સંકળાયેલા પતિ લોકડાઉનમાં બેકાર થયા બાદ પત્નીની કાળજી રાખતો હતો. ૭ મહિનાનો ગર્ભ અને ડોક્ટરે કહ્યું છે આરામ કરો અને ગર્ભમાં ઉછેર લઈ રહેલા બાળકની સાર સંભાળ રાખો. જોકે, માત્ર પતિ હોવાથી ઘરમાં રસોઈ બનાવવાથી લઈ અનેક સમસ્યાઓ થઈ રહી છે. છેલ્લા એક મહિના સુધી પાડોશીઓ સગર્ભાની દેખરેખ રાખતા હતા. સગર્ભા વનીતાબેને જણાવ્યું હતું કે, ૫ દિવસથી ઓનલાઈન પ્રક્રિયા કરતા હતા કોઈ ઉકેલ નહીં આવતા કલેકટર કચેરી આવી છું. ગામ જવાની પરવાનગી મળે તો પરિવારની અન્ય મહિલાઓ સગર્ભા પત્નીની કાળજી લઈ શકે છે.
high light-સાહેબ, મને ૭મો મહિનો છે.. વતન જવું છે પણ ૫ દિવસથી ઓનલાઈન પરમિશન ના મળતાં અંતે અહીં આવવું પડ્યુ, ૫ દિવસથી ઓનલાઈન પ્રક્રિયા કરતા હતા કોઈ ઉકેલ નહીં આવતા કલેકટર કચેરી સુધી દોડી આવ્યા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application