Tapi mitra News-સુરતના સરથાણા નાના વરાછા વિસ્તારમાં ગતસાંજે શાકભાજી લેવાના બહાને લટાર મારવા નીકળેલી ચાર મહિલાઓને પોલીસે ઝડપી લીધી હતી. સરથાણા પોલીસ ગતસાંજે લોકડાઉનના અમલ માટે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે નાના વરાછા ભીડભંજન સોસાયટી સરદાર સ્કૂલની બાજુમાં ચાર મહિલા રસ્તા ઉપરથી પસાર થતી નજરે ચઢતા પોલીસે તેમને અટકાવી બહાર નીકળવાનું કારણ પૂછ્યું હતું. ચારેય મહિલાઓએ શાકભાજી ખરીદવા નીકળી હોવાનું જણાવ્યું હતું. પરંતુ ન તો તેમની પાસે ખરીદી માટે કોઈ થેલી હતી ન તો તેમણે પૈસા પોતાની પાસે રાખ્યા હતા. પોલીસેની કડક પુછપરછમાં તેમણે લટાર મારવા નીકળ્યાની કબૂલાત કરી હતી. પોલીસે ચારેય મહિલાઓ -ઘરકામ કરતા સેજલબેન કલ્પેશભાઈ વિરાણી , હિરલબેન કલ્પેશભાઈ સોનાણી , કુસુમબેન રમેશભાઈ બેલડીયા અને ટ્યુશન કરાવતા નિશાબેન સુરેશભાઈ વિરાણી વિરુદ્ધ લોકડાઉન ભંગનો ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application