Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારીગરોને સાચવવા શ્રમ વિભાગનું સૂચન:કારીગરોને લોકડાઉનનો પગાર અને જમવાનું આપો,કારીગરોના હોબાળા બાદ પગાર ચુકવવા માટે લેબર વિભાગે તાકીદ કરી

  • May 05, 2020 

Tapi mitra News-શ્રમ વિભાગે સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસ એસોસિએશન, પલસાણા ઈન્ડ. કો.ઓ. સોસાયટી , સાઉથ પ્રોસેસ હેલ્પર એસોસીયેશન, ફોસ્ટા, ક્રેડાઈ, ફોગવા, વીવર્સ એસોસીયેશન, કીમ-પીપોદરા, પાંડેસરા વીવર્સ કો.ઓ. સોસાયટી, સાઉથ ઓટોલુમ વીવર્સ એસોસીયેશન, સાઉથ ગુજરાત વોર્પ નીટીંગ એસોસીયેશન, વીવર્સ એસોસીયેશન, પાંડેસરા વીવર્સ, સાયણ વીવર્સ એસોસીયેશન, લસકાણા વીવર્સ એસોસિએશનના હોદ્દેદારોને અનુરોધ પત્ર મોકલ્યો છે. કારીગરોને સાચવવા લોકડાઉનનો પગાર અને જમવાનું પૂરુ પાડવા માટે સૂચન કર્યું છે. શનિવારે વિવિધ ચેકપોસ્ટ પરથી કારીગરોને વતન જતી બસોને અટકાવી પરત મોકલી આપવામાં આવી છે. તેના પગલે સોમવારે પલસાણા અને પાલનપુર જકાતનાકા ખાતે કારીગરોએ હોબાળો કર્યો છે. આ ઘટનાને પગલે શ્રમ વિભાગ પણ સફાળું બેઠું થયું છે. ત્યારે શહેરની વિવિધ ટેક્સટાઈલ અને ડાયમંડની સંસ્થાઓને અનુરોધ પત્રક મોકલી આપવામાં આવ્યું છે. સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વખારીયા જણાવે છે કે, અમે કારીગરોને સાચવી જ રહ્યાં છે. લોકડાઉનના સમયગાળાનો પગાર કારીગરોને આપવા શ્રમવિભાગે ફરી એકવાર તાકીદ કરી છ . હાલ માર્કેટ બંધ છે પેમેન્ટ આવતા નથી. તેથી પ્રોસેસર્સ પણ તકલીફમાં છે. લેબર વિભાગના આસિસ્ટન્ટ કમિશનર આશિષ ગાંધીએ જણાવે છે કે, જે એકમો દ્વારા કારીગરોને પગાર નહીં આપવામાં આવ્યો હોઈ તેમને લોકડાઉન બાદ કાર્યવાહી કરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application