Tapi mitra News-વલસાડથી દોઢ વર્ષના બાળક સાથે ચાલતા-ચાલતા મધ્યપ્રદેશ જવા નીકળેલા દંપતીની ઉધના પોલીસે વ્યથા સાંભળીને સમજાવીને અને જમાડીને બસમાં મધ્યપ્રદેશ જવા રવાના કર્યા છે. ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.વી.પટેલે જણાવ્યું હતું કે, તેઓ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. મોડી સાંજે ઉધના-ભેસ્તાન મેઈન રોડ પર લક્ષ્મીનારાયણ મંદિર પાસે ચાલત-ચાલતા એક દંપતી જતું હતું. ત્યારે ઉધના પોલીસના પી.એસ.આઇ. એ.બી. જોષી , હેડ કોન્સ્ટેબલ પ્રદીપ તિવારી અને કોન્સ્ટેબલ કિશોર ભાઇએ તેમને આંતરીને નામ પુછતા યુવકે તેનું નામ મોહન કોલ જણાવ્યું હતું. તે પારડીમાં કંપનીમાં નોકરી કરતો હતો. હાલ લોક ડાઉનથી કામ ધંધો બંધ અને રૂપિયા પણ ન હતા તેથી ભુખમરા જેવી સ્થિતી આવી ગઈ હતી. મોહન તેની પત્ની અને દોઢેક વર્ષના બાળક સાથે મધ્યપ્રદેશના સતના જવા નીકળ્યા હતા. સવારે નીકળ્યા હતા. બપોર સુધી નવસારી પહોંચ્યા રસ્તામાં આરામ કરી લીધો અને મોડી સાંજે ઉધના પહોંચ્યા હતા. પોલીસે તેમને સમજાવ્યા,જમાડ્યા અને આર્થિક તેમજ સામાજીક મદદ કરીને પગમાં ચંપલ પહેરાવી સુરતથી મધ્યપ્રદેશ જતી એક બસમાં બેસાડીને રવાના કરી પ્રશંસનીય કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application