Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કલેકટર કચેરીના ત્રીજા માળે આગ લાગતા ભાગદોડ મચી,અન્ય વિંગમાં મંત્રી-કલેક્ટર સહિતનાની બેઠક ચાલુ હતી

  • May 05, 2020 

Tapi mitra News-અઠવાલાઇન્સ ખાતે આવેલી જીલ્લા સેવા સદન -૨ માં સવારે ત્રીજા માળે આવેલી બંધ સીટી પ્રાંત ઓફીસના અશાંતધારા વિભાગમાં અચાનક જ આગ ફાટી નિકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણેઅશાંતધારા કાયદાના સરકારી ડોકયુમેન્ટ બળીને ખાક થઇ ગયા હતા. જયારથી લોકડાઉન થયુ ત્યારથી આ ઓફિસ બંધ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, જે વિંગમાં આગ લાગી તેની સામેની વિંગમાં મંત્રી-કલેક્ટર સહિતનાની બેઠક ચાલુ હતી. અઠવાલાઇન્સ ખાતે આવેલી જીલ્લા સેવા સદન -૨ માં મંગળવારે સવારે ત્રીજા માળે આવેલી બંધ સીટી પ્રાંત ઓફીસના અશાંતધારા વિભાગમાં અચાનક જ આગ ફાટી નિકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેથી કચેરીનું આલાર્મ વાગ્યું હતું. આગના કારણે ધુમાડા બહાર નિકળતા અન્ય કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ડરનો માહોલ જાવા મળ્યો હતો. આગના પગલે તમામ કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડના થતાં ફાયરના સેફટી સાધનો લઇને દોડી આવ્યા હતા. ત્રીજા માળ પર લાગેલી આગ પર કલાકની જહેમત ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હતો. આગના પગલે અડાજણ, મજુરા, સહિતના ત્રણ ફાયટરો ઘટના સ્થળે પહોચી ગયા હતા. કલેકટર કચેરીમાં સવારના સમયે પરપ્રાંતિયોની ભીડ હોવાથી પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. જો કે આગ સામાન્ય હોવાથી કોઇ મોટી જાનહાનિ થઇ ન હતી. આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું અનુમાન લાગી રહ્યું છે. આગના કારણેઅશાંતધારા કાયદાના સરકારી ડોકયુમેન્ટ બળીને ખાક થઇ ગયા હતા. જયારથી લોકડાઉન થયુ ત્યારથી આ ઓફિસ બંધ હતી. બંધ ઓફિસમાંથી ધુમાડા બહાર નીકળતા આગ લાગી હોવાનું જાણવા મળતા ફાયરને જાણ કરી હતી. કલેક્ટર કચેરીના ત્રીજા માળે રેકોર્ડ રૂમમાં આગ લાગી હતી. જ્યારે તેની સામે જ આવેલી વિંગમાં વતન વાપસીને લઈને એક બેઠક ચાલી રહી હતી. જેમાં કલેક્ટર, આરોગ્ય મંત્રી, આદિજાતિ અને મહિલા બાળ વિકાસ તેમજ વન અને પર્યાવરણ મંત્રી સહિતના બેઠકમાં હાજર હતા. ફાયર દ્રારા રેકોર્ડ રૂમમાં રહેતા દસ્તાવેજોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application