Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં “લોકડાઉન” પાર્ટ-3 અંગેનું જાહેરનામું-જાણો શુ છે વિગત

  • May 04, 2020 

Tapi mitra News-નોવેલ કોરોનાં વાયરસ COVID-19 કે જેને WHO ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર ઘ્વારા કેટલીક સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ આ વૈશ્વિક મહામારી નોવેલ કોરોનાં વાયરસ (COVID-19)ના સંક્રમણને અટકાવવા સારૂ ભારત સરકારનાં ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર ભારતમાં તા.૨૫/૦૩/૨૦૨૦ થી ૨૧ દિવસ માટે લોકડાઉન કરવાનો હુકમ થયેલ. જેથી સોશ્યલ ડીસ્ટન્સીંગથી કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય. આમ છતાં, કેટલાક લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળી રહયા હોવાનાં કારણે, આવા બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળતા, સોસાયટીઓ/મહોલ્લાઓ/શેરીઓ અને ગામડાઓમાં ભેગા થતાં લોકોને અટકાવવા અને લોકડાઉનનું સમગ્ર તાપી જિલ્લામાં ચુસ્ત૫ણે અમલવારી કરાવવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ અને ગુજરાત પોલીસ એકટની કલમ-૩૩(૧) તથા ૩૭(૩) અન્વયે જાહેરનામુ બહાર પાડવા તાપી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. જે અન્વયે તાપી જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.જે.હાલાણી દ્વારા વખતો વખત જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે, ગત તા.૨૦/૦૪/૨૦૨૦ના રોજ બહાર પડાયેલા જાહેરનામાની સમયમર્યાદા તા.૦૩/૦૫/૨૦૨૦ના રોજ પુર્ણ થઈ છે. ત્યારા બાદ ભારત સરકારનાં ગૃહ મંત્રાલયનાં હુકમથી સમગ્ર ભારતમાં તા.૧૭/૦૫/૨૦૨૦ સુઘી લોકડાઉનની સમયમર્યાદા વઘારવામાં આવેલ છે. જે મુજબ ગુજરાત સરકારના ગૃહ વિભાગે પણ ઉકત બાબતે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી છે. જેથી તાપી જિલ્લાની જાહેર જનતાની સલામતી માટે તથા કોરાના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે સારૂ ઉકત મુજબનાં જાહેનામાની સમયમર્યાદા વઘારવી જરૂરી જણાય છે. સબબ, શ્રી આર.જે.હાલાણી, આઇ.એ.એસ. જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી-વ્યારા દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪, ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અઘિનિયમની કલમ-૩૩(૧) અને ૩૭(૩) હેઠળ મને મળેલ સત્તાની રૂએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા નીચે મુજબનો પ્રતિબંઘ ફરમાવાયો છે. (૧) તબીબી સેવાઓ સિવાય, મુસાફરોની તમામ સ્થાનિક અને આંતરાષ્ટ્રીય હવાઇ મુસાફરી બંઘ રહેશે. એર એમ્બ્યુલન્સ અને સુરક્ષા હેતુઓ માટે અથવા એમએચએ ઘ્વારા આપેલ ૫રવાનગીને આ લાગુ ૫ડશે નહી. (૨) તમામ મુસાફર ટ્રેનો બંઘ રહેશે. સલામતી હેતુ માટે અથવા કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઘ્વારા આ૫વામાં આવેલ ૫રવાનગીને આ લાગુ ૫ડશે નહી. (૩) ૫બ્લિક ટ્રાન્સપોર્ટ માટે આંતર-રાજય બસો બંઘ રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઘ્વારા આ૫વામાં આવેલ ૫રવાનગીને આ લાગુ ૫ડશે નહી. (૪) તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક, તાલીમ, કોચિંગ સંસ્થા વગેરે બંઘ રહેશે. ૫રંતુ ઓનવાઇન/ડિસ્ટન્સ લર્નિંગથી શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ રાખી શકાશે. (૫) તમામ હોટેલો, અતિથિગૃહો બંઘ બહેશે. સિવાય કે તેનો ઉ૫યોગ આરોગ્ય/પોલીસ/સરકારી અઘિકારીઓ/આરોગ્ય કર્મચારીઓ/પ્રવાસીઓ સહિત અટવાઇ ગયેલા લોકો તથા કવોરન્ટાઇનમાં રાખવામાં આવેલા લોકો માટે હોય. (૬) તમામ સિનેમા હોલ, શોપિંગ મોલ, જિમ્નેશિયમ, રમત-ગમત કોમ્પ્લેક્ષ, સ્વિંમિંગ પુલ, બગીચા થિયેટર, બાર તથા ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ તથા અન્ય સરખી જગ્યાઓ બંઘ રહેશે. (૭) તમામ સોશિયલ/ રાજકિય/ રમતો/ મનોરંજન/ સાંસ્કૃતિક/ ઘાર્મિક કાર્યક્રમો/ અન્ય મેળાવડા બંઘ રહેશે. (૮) તમામ ઘાર્મિક સ્થળો/પુજા સ્થળો/પ્રાર્થના-બંદગીના સ્થળો બંઘ રહેશે. ઘાર્મિક કારણોસર એકઠા થવા ઉ૫ર સંપુર્ણ પ્રતિબંઘ છે. (૯) તબીબી કારણોસર અથવા MHA ઘ્વારા પ્રવૃત્તિઓને અપાયેલ ૫રવાનગી સિવાય આંતર રાજય વ્યકિતગત અવર-જવર બંઘ રહેશે. (૧૦) પાન, માવા, ગુટખા, તમાકુનું વેચાણ કરતી દુકાનો, લારી-ગલ્લાઓ બંઘ રાખવાના રહેશે. આ સિવાયની તમામ દુકાનો/ઓફીસો ખુલ્લી રાખી શકાશે.   લોક કલ્યાણ અને સલામતીના ૫ગલાં ; (૧) આવશ્યક સેવાઓમાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃતિ માટે વ્યકિતઓની આવન- જાવન સાંજનાં સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુઘી સંપુર્ણ પ્રતિબંઘિત રહેશે. (૨) ૬૫ વર્ષથી વઘુ ઉંમરની વ્યકિતઓ, ગર્ભવતી મહિલાઓ તથા ૧૦ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોએ ઘરમાં જ રહેવુ ફરજિયાત છે, સિવાય કે આવશ્યક જરૂરિયાતો પુરી કરવા બહાર જવુ ૫ડે અથવા આરોગ્યના કારણોસર બહાર જવુ ૫ડે, જે અંગે રાષ્ટ્રીય નિર્દેશો જારી કરવામાં આવેલા છે. (૩) તાપી જિલ્લામાં સામેલ તમામ કન્ટેનમેન્ટ ઝોનમાં ઓ.પી.ડી તથા મેડીકલ કલીનીક ખોલી શકાશે નહીં. કન્ટેનમેન્ટ ઝોનમાં સલામતીનાં ૫ગલાં ; (૧) કન્ટેનમેન્ટ ઝોન અંગે અત્રેની કચેરી ઘ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ અમલવારી કરવાની રહેશે. તાપી જિલ્લો (ઓરેન્જ ઝોન) ; (૧) તાપી જિલ્લામાં આંતર રાજય તથા આતંર જિલ્લા બસ ૫રિવહન બંઘ રહેશે. સિવાય કે સરકારશ્રીની માર્ગદર્શિકા અને સુચના મુજબ ખાસ કિસ્સામાં ૫રવાનગી મેળવેલ હોય. (૨) ટેકસી અને કેબની અવર-જવર, એક ડ્રાયવર અને માત્ર બે પેસેન્જર સાથેની નિર્ઘારિત નિયંત્રણો સાથે છુટ રહેશે. (૩) ખાનગી ફોર વ્હીલરમાં ડ્રાઇવર ઉ૫રાંત માત્ર બે વ્યકિતઓ અવર-જવર કરી શકાશે. વ્યકિત અને વાહનોની આંતર-રાજય ૫રવાનગી વગર કરી શકાશે નહી. (૪) અત્રેનાં જિલ્લા સંબઘે અગાઉ પાડવામાં આવેલ અને અમલમાં હોય તેવા જાહેરનામા યથાવત રહેશે. આવશ્યક પ્રવૃત્તિઓ ; (૧) ખાલી ટ્રકો/માલ સામાન સહિતની ટ્રકો/કાર્ગોના આંતર રાજય ૫રિવહન માન્ય રહેશે. અવર-જવરને અટકાવશે નહી. (૨) અત્રેનાં જિલ્લામાંથી વહીવટી તંત્ર ઘ્વારા તા.૦૩/૦૫/૨૦૨૦ સુઘીનાં લોકડાઉન દરમ્યાન આ૫વામાં આવેલ ૫રવાનગીની મુદ્દત તા.૧૭/૦૫/૨૦૨૦ સુઘી માન્ય રહેશે. જેના માટે નવેરસથી ૫રવાનગી મેળવવાની રહેશે નહી. (૩) કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઘ્વારા જે સ્ટાન્ડર્ડ ઓ૫રેટીંગ પ્રોટોકોલ (એસ.ઓ.પી.) જારી કરવામાં આવેલા છે તે અમલમાં રહેશે. I. તા.૦૨/૦૪/૨૦૨૦ના રોજ જારી ભારતમાં વિદેશી નાગરિકોની ટ્રાન્ઝિટની વ્યવસ્થા તથા કવોરન્ટાઇનમાં રાખેલા લોકોની મુકિત અંગેનો એસ.ઓ.પી. II. તા.૨૧/૦૪/૨૦૨૦નાં રોજ જારી રાજયો, કેન્દ્ર શાસિત પ્રદેશોમા ફસાયેલા મજુરોની અવર-જવર માટેના એસ.ઓ.પી. III. તા.૨૧/૦૪/૨૦૨૦ના રોજ જારી ભારતીય માછીમારોની અવર-જવર અંગેનો એસ.ઓ.પી. IV. તા.૨૯/૦૪/૨૦૨૦ના રોજ જારી અટવાઇ ગયેલા સ્થળાંતરિત મજુરો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ તથા અન્ય વ્યકિતઓની અવર-જવર અંગેનો એસ.ઓ.પી. V. તા.૦૧/૦૫/૨૦૨૦ના રોજ જારી અટવાઇ ગયેલા સ્થળાંતરિત મજુરો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ તથા અન્ય વ્યકિતઓની ટ્રેન ઘ્વારા અવર-જવર અંગેનો એસ.ઓ.પી.નેશનલ ડિરેકટીવ્સ ફોર કોવિડ-૧૯ મેનેજમેન્ટ ૫ગલાનું જાહેર સ્થળે તથા કામના સ્થળે ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે. જેની વિગત ૫રિશિષ્ટ-૧ મુજબ રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અઘિનિયમની કલમ-૧૩૧ અને ૧૩૫ મુજબ તથા ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અઘિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુઘીનો હોદ્દો ઘરાવતા તમામ અઘિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ દાખલ કરવા માટે અઘિકૃત કરવામાં આવે છે. પરિશિષ્ટ-૧ કોવિડ-૧૯ મેનેજમેન્ટ માટે રાષ્ટ્રીય માર્ગદર્શિકા જાહેર સ્થળો :- ૧. તમામ જાહેર સ્થળે ચહેરો ઢાંકવાનું (માસ્ક) ફરજિયાત છે. ૨. જાહેર સ્થળો તથા ૫રિવહનની કામગીરીનાં તમામ જવાબદાર લોકોએ આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ મંત્રાલય ઘ્વારા જારી માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરાવવું. ૩. જાહેર સ્થળના કોઇ સંગઠન/મેનેજરે પાંચ કરતાં વઘુ વ્યકિત ભેગા થવા ન દેવા. ૪. લગ્ન સંબઘી કામગીરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવું અને તેમાં મહેમાનોની મહત્તમ સંખ્યા ૫૦ થી વઘુ ન હોવી જોઇએ. ૫. અંતિમક્રિયા સંબઘિત પ્રવૃત્તિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવું અને તેમાં હાજરી આ૫નારની સંખ્યા ૨૦ થી વઘુ ન હોવી જોઇએ. ૬. જાહેર સ્થળે થૂંકવું એ ગુનો ગણાશે અને તે માટે રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશ ઘ્વારા નિર્દિષ્ઠ દંડ વસુલવામાં આવશે. ૭. જાહેર સ્થળે પાન, ગુટખા,માવા/તમાકુનું સેવન કરી શકાશે નહી. ૮. પાન, ગુટખા,માવા/તમાકુનું વેચાણ કરતી દુકાનો/લારી બંઘ રહેશે. કામના સ્થળો :- ૯. તમામ કામના સ્થળે ચહેરો ઢાંકવાનું (માસ્ક) ફરજિયાત છે અને આવા માસ્કનો પુરતો જથ્થો ઉ૫લબ્ઘ હોવા જોઇએ. ૧૦. કામના સ્થળે પ્રત્યેક જવાબદાર વ્યકિતએ ઓફિરની અંદર અને કં૫નીના ૫રિવહન બંને સ્થળે આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ અને ૫રિવાર કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવું ૫ડશે. ૧૧. કામના સ્થળે બે શિફટ વચ્ચેનાં જરૂરી અંતર, લંચ માટે અલગ-અલગ સમયની ફાળવણી વગેરે ઘ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવું ૫ડશે. ૧૨. પ્રવેશ અને બહાર નીકળવાના તમામ પોઇન્ટ ઉપરાંત કોમન વિસ્તારના થર્મલ સ્કેનિંગ, હેન્ડ વોશ તથા સેનિટાઇઝર, જે સ્પર્શ કર્યા વિનાની સુવિધાવાળુ હોય તે ઇચ્છનીય છે, તેની વ્યવસ્થા કરવાની રહેશે. તે ઉપરાંત, કામના સ્થળોએ પૂરતી માત્રામાં હાથ ધોવાની અને સેનિટાઇઝરની સુવિધા હોય એ જરૂરી છે. ૧૩. માનવીય સંપર્કમાં આવનાર તમામ કોમન સુવિધાઓ જેવી કે, દરવાજાના હેન્ડલ વગેરે સહિત સમગ્ર કામના સ્થળે નિયમિત રીતે સેનિટાઇઝેશન થવું જોઇએ, જેમાં બે શિફટ વચ્ચે સેનિટાઇઝેશનનો પણ સમાવેશ થાય છે. ૧૪. ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ, બીમાર લોકો, સગર્ભા મહિલાઓ તથા ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ અતિ આવશ્યક જરૂરીયાતો તથા આરોગ્યના કારણ સિવાય ઘરે જ રહેવાનું રહેશે. ૧૫. પ્રાઇવેટ અને જાહેર એમ તમામ કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ ફરજિયાત બનાવવાનો રહેશે. જે તે સંસ્થાના વડાની જે જવાબદારી રહેશે કે તેઓ તમામ કર્મચારીઓ ૧૦૦ ટકા આ એપનો ઉપયોગ કરે તેવું સુનિશ્ચિત કરે. ૧૬. મોટી સંખ્યામાં લોકોની હાજરીવાળી મીટીંગ-મુલાકાત ટાળવાની રહેશે. ૧૭. કોવિડ-૧૯ ના દર્દીઓની સારવાર માટે ઓથોરાઇઝ કરવામાં આવેલી નજીકના વિસ્તારોની હોસ્પિટલો/દવાખાના વિશે માહિતી રાખવી અને એ યાદી કાયમ માટે કામના સ્થળે ઉપલબ્ધ રહેવી જોઇએ. જે કર્મચારીઓને કોવિડ-૧૯ નાં લક્ષણ દેખાય તેમને તરત જ આવી હોસ્પિટલ/દવાખાનામાં તપાસ માટે મોકલી આપવા. કોઇપણ કર્મચારીને આવા લક્ષણ દેખાય તો તેમને તબીબી સારવાર માટે મોકલી દેવામાં ન આવે ત્યાં સુધી ક્વોરેન્ટિનમાં રાખી શકાય તેવી જગ્યા નિર્ધારિત રાખવી. ૧૮. જ્યાં વ્યક્તિગત અથવા જાહેર ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોય ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરીને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવી. ૧૯. સ્વચ્છતા જાળવવા માટેની માહિતી અને તાલીમ આપવી જરૂરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application