Tapi mitra News-કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનનું શસ્ત્ર અપનાવ્યુ છે. પરંતુ સરકાર દ્વારા અપાયેલા બે લોકડાઉન દરમ્યાન કોરોના વાયરસના કેસોની સંખ્યા દિન પ્રતિદીન વધી રહી છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાત આખા ભારતમાં બીજા નંબરે પહોચી ગયુ છે. જેમાં અમદાવાદ બાદ સુરત શહેરમાં પણ કોરોના વાયરસની સંખ્યા ૭૦૦ને પાર થઇ ગઇ છે. સોમવારે ૧૪ જેટલા નવા પોઝીટીવ કેસ સામે આવતા આંકડો વધીને ૭૦૭ પર પહોચી ગયો છે. હમણાં સુધી ૩૧ વ્યકિતઓ મોતને ભેટી ચુક્યા છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં દિવસેને દિવસે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો દેખાતા આ વિસ્તારના અગ્રણીઓ, નેતાઓ, સામાજીક સંસ્થાઓ સાથે મળીને કોરોના વાયરસ સામે કેવી રીતે લડી શકાય તે અંગેની લડત શરૂ કરી છે. જેથી લિંબાયત વિસ્તારમાં સંપુર્ણ પણે કોરોના વાયરસ ખતમ થાય તેવી કાર્યવાહી પણ પાલિકાએ શરૂ કરી છે. પાલિકા દ્વારા આ વિસ્તારમાં આરોગ્યની ૧૦૦ ટીમ ઉતારી છે. તે દરમ્યાન સોમવારે પણ કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે. હોટસ્પોટ અને રેડ ઝોન વિસ્તારમાંથી ૧૪ જેટલાં પોઝીટીવ કેસોના દર્દીઓ મળી આવતા તંત્રએ તેઓને સારવાર અર્થે સિવીલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડ્યા છે. આ સાથે કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૭૦૭ પર પહોîચી ગઇ છે. પાલિકાએ પોઝીટીવ દર્દીઓના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા તમામને કોરોન્ટાઇન કરવાની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત શહેરમાં લોકડાઉનનો કડક અમલ થાય તે માટે પણ પાલિકાએ અનેક પગલાઓ લીધા છે. સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક ન પહેરનારા તથા સેનેટાઇઝરીંગ અને દુકાન અને ફેરીયાઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરાતા તેઓની પાસેથી દંડ વસુલવાની કામગીરી પણ પુરજાશમાં શરૂ કરી છે.
high light-સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત ૧૮ દર્દી ગંભીર
સુરત:સુરતમાં કોરોના પ્રતિદિન ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેથી મૃત્યુઆંક સંખ્યામાં પણ રોજ વધારો થઈ રહ્યો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં આજે ૨૭૫ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તે પૈકી ૧૭-દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧- વેન્ટિલેટર, ૫- બીપેપ અને ૧૨ દર્દી ઓક્સિજન પર છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાં કોરોના ૩૦ વ્યક્તિઓની ભરખી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application