Tapi mitra News-કોરોના વાયરસ મહામારીની વિરૂદ્ઘ ચાલી રહેલી લડાઇમાં લાગૂ કરાયેલા લોકડાઉનના લીધે મજૂરો ઘણા સમયથી ફસાયા હતા. હવે જયારે અંદાજે એક મહિના બાદ તેમને ઘર જવાની મંજૂરી મળી તો કેન્દ્ર સરકારે રેલવે ભાડાનો તમામ ખર્ચ મજૂરો માટે ઉઠાવવાનો નિર્ણય લીધો. તેના પર રાજકીય નિવેદનબાજી તેજ થઇ ગઇ અને હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેને લઇ મોટો નિર્ણય લીધો. કોંગ્રેસ પાર્ટી તમામ જરૂરિયાતમંદ મજૂરોની રેલવે ટિકિટનો ખર્ચ ઉઠાવશે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિર્ણય લીધો છે કે,પ્રદેશ કોંગ્રેસ કમિટીના દરેક એકમ શ્રમિક-કામદારના ઘરે જવાના રેલવે યાત્રાનો ટિકિટ ખર્ચ ઉઠાવશે અને જરૂરી પગલાં ભરશે. સોમવારના રોજ રજૂ કરેલા નિવેદનમાં કહ્યું છે કે માત્ર ચાર કલાકની નોટિસ પર લોકડાઉન લાગૂ થવાના લીધે દેશના મજૂર પોતાના દ્યરે પાછા જવાથી વંચિત રહ્યા. ૧૯૪૭ બાદ દેશે પહેલી વખત આ પ્રકારનો મંજર જોયો જયારે લાખો મજૂર પગપાળા જ હજારો કિલોમીટર ચાલીને દ્યરે જઇ રહ્યા છે. સોનિયા ગાંધીએ નિવેદનમાં કહ્યું કે જયારે અમે લોકો વિદેશમાં ફસાયેલા ભારતીયોને કોઇપણ ખર્ચ વગર પાછા લાવી શકીએ છીએ. ગુજરાતમાં એક કાર્યક્રમમાં સરકારી ખજાનામાંથી ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે જો રેલવે મંત્રાલય પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૧૫૧ કરોડ રૂપિયા આપી શકે છે તો પછી મુશ્કેલના સમયમાં મજૂરોના ભાડાનો ખર્ચ કેમ ઉઠાવી શકતા નથી? ઉલ્લેખનીય છે કે ૨૪મી માર્ચના રોજ જયારે લોકડાઉન લાગૂ થયું ત્યારે લાખોની સંખ્યામાં મજૂર જયાં હતા ત્યાં જ ફસાઇ ગયા હતા. ત્યારબાદ હવે અંદાજે ૪૦ દિવસ બાદ તેમણે ઘર જવાની મંજૂરી મળી છે, રાજય સરકારોના નિવેદન પર કેન્દ્ર સરકારે તેના માટે સ્પેશ્યલ ટ્રેનની મંજૂરી આપી દીધી છે. પરંતુ આ દરમ્યાન મજૂરોના ભાડાનું વહન રાજય સરકાર ઉઠાવશે. જો કે મજૂરો પાસેથી જ લેવાશે. રેલવે મંત્રાલયના આ નિર્ણયની ખૂબ આલોચના કરાઇ. માત્ર રાજકીય પક્ષો અને રાજય સરકારોએ જ તેનો વિરોધ કર્યો નથી પરંતુ સોશિયલ મીડિયા પર પણ તેની આલોચના થઇ છેે.
high light-૧૯૪૭ બાદ દેશે પહેલી વખત આ પ્રકારનો મંજર જોયો જયારે લાખો મજૂર પગપાળા જ હજારો કિલોમીટર ચાલીને દ્યરે જઇ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application