Tapi mitra News-પલસાણા વિસ્તારમાં વતન પાછા ફરવાની માગણી સાથે પરપ્રાંતીય શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતા. પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતીય શ્રમિકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા. 1500 થી વધુના ટોળાએ આક્રોશમાં આવીને પોલીસ પર પથ્થમારો કર્યો. સ્થિતિ કાબુમાં ન રહેતા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાં હતા. મળતી માહિતી મુજબ વતન પાછા ફરવાની માગણી સાથે પરપ્રાંતીય શ્રમિકોએ પોલીસ સાથે બબાલ કરી હતી. ઘટનાની જાણ થતા પલસાણા,કડોદરા અને બારડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.અત્રે જણાવવાનું કે,લોકડાઉન બે અઠવાડિયા લંબાઈ જતા હવે પરપ્રાંતીય શ્રમિકો માટે મોટી સમસ્યા પેદા થઈ છે. તેઓ પોતાને ગામ પાછા ફરવા માટે અધીરા થઈ રહ્યાં છે. ઘટનાનો વિડીયો સોસીયલ મીડીયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application