હનીફ માંજુ દ્વારા ભરૂચ:ભરૂચ ખાતે કોઈ પણ જાતના ભેદભાવ વગર માત્ર માનવસેવાના ઉદ્દેશથી રચાયેલ "ખીદમતે ખલ્ક" ચેરટીબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને રોકવા અપાયેલ લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરતમંદોની વહારે આવી ૩૦૦ જેટલી અનાજની કીટ વિતરણ અને પ્રતિદિવસ ૮૦૦ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી,
કોરોના વાઈરસે સમગ્ર વિશ્વને પોતાના ભરડામા લીધો છે ત્યારે સમગ્ર વિશ્વ આ અદ્રશ્ય દુશ્મનને પરાજીત કરવા યુધ્ધના ધોરણે પ્રયાસો કરી રહ્યો છે આપણા દેશમા પણ આ વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા સરકાર દ્રારા દરેક પ્રકારના પ્રયાસો કરવામા આવી રહ્યા છે કોરોના વાઈરસના સંક્રમણની સાંકળને તોડવા સરકાર દ્રારા લોક ડાઉન જાહેર કરવામાં આવ્યુ છે જેથી ધંધા રોજગાર બંધ થતા રોજ કમાય અને રોજ ખાનાર, શ્રમિકો,મજુરો,ગરીબ તેમ જ મધ્યમ વર્ગના લોકોની આજીવિકા પર અસર પડતાં તેમની પરીસ્થિતિ કફોડી બની છે આવી કપરી પરીસ્થિતિમા કોઈ પણ જાતનાં ભેદભાવ વિના માત્ર માનવસેવાના ઉદ્દેશથી રચાયેલ "ખીદમતે ખલ્ક" ચેરટીબલ ટ્રસ્ટ દ્રારા લોકડાઉન દરમિયાન"એચએમપી ફાઉન્ડેશન"ના સહયોગથી ગરીબ અને જરૂરતમંદોની વહારે આવી ૩૦૦ જેટલી અનાજની કીટ વિતરણ અને ભરૂચના બરકતવાડ, માલીવાડ, પીરકાંઢી, લક્ષ્મીનગર, ઉડાઈ,વશીલા પ્રોજેક્ટ,ગૌષવાડ,કુંભારીયા ઠોળાવ વગેરે વિસ્તારોમા કોઈ પણ જાતના નાતજાત કે ધર્મના ભેદભાવ વિના રાત દિવસ પ્રતિદિન ૮૦૦ થી ૯૦૦ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. ઉપરાંત "ખીદમતે ખલ્ક" ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ યાસીન દાદાભાઈએ જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લાના "Blinds" લોકો કે જે ખીદમતે ખલ્ક ચેરટીબલ ટ્રસ્ટ તથા ધી વેલ્ફર સોસાઈટી યુકે દ્રારા ચલાવવામાં આવતા કોમ્પ્યુટર સેન્ટર અને મસાજ સેન્ટરમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત ૭૦ જેટલા કુંટુબોને અનાજની કીટ આપવામા આવી હતી. સાથે સાથે લોક ડાઉન દરમિયાના પવિત્ર રમઝાન માસમા ગરીબ અને જરૂરીયાતમંદોને ફળ તેમ જ જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઘરે પહોંચાડવામાં આવી રહી છે તદઉપરંત આ કપરા સમયમા લોક સેવાના કાર્યોમા લાગેલ સંસ્થાઓમાં કમ્પ્યુટરને લગતી કોઈ પણ સમસ્યા હોય તો રીપેરીંગ કરી વિના મુલ્યે સેવા પુરી પાડવામા આવી રહી છે. આ માનવ સેવાને લગતા કાર્યને પુરૂ પાડવા રોશન પાર્ક, નેશનલ પાર્ક તથા બાયપાસના યુવાનો માસ્ક,હેન્ડ ગ્લબ્ઝ જેવા સુરક્ષાના સાધનોના ઉપયોગ સોશ્યલ ડીસ્ટન્ટ અને સરકારના દિશા નિર્દેશોના ચુશ્ત પાલન સાથે ઉભા પગે કાર્યમા જોડાઈ આ માનવતાના કાર્યમાં અમુલ્ય યોગદાન પુરૂ પાડી રહ્યા છે.