Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં લૉકડાઉનનો કડક અમલ કરાશે,મુખ્યમંત્રીશ્રી દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયો-જાણો શું છે વિગત

  • May 03, 2020 

કોવિડ-19ના સંક્રમણને રોકી કોરોનાની વૈશ્વિક મહામારીને હરાવવા ભારત સરકારના દિશા-નિર્દેશના પગલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચકક્ષાની બેઠકમાં લૉકડાઉન લંબાવવા અને તેના ચૂસ્ત અમલ કરવા અંગે કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા હતા.

  1. રેડ ઝોનમાં આવતા અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગરમાં વધારાની કોઈ છૂટછાટ નહીં
  2. ઓરેન્જ ઝોનમાં આવતા રાજકોટ મહાનગરમાં પણ કોઈ છૂટછાટ નહીં
  3. રેડઝોનના બોપલ, બોટાદ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠ નગરપાલિકામાં પણ કોઈ છૂટછાટ વિના લૉકડાઉનનો કડક અમલ કરાશે
  4. રાજ્યના તમામ ઝોનમાં આગામી બે સપ્તાહ સુધી તમાકુ, પાન-મસાલા, બીડી અને વેચાણ પરવાનો ધરાવતી લિકર શોપ ખોલી શકાશે નહીં
  5. ગ્રીન ઝોનવાળા જિલ્લામાં એસટી બસોમાં 30 મુસાફરોના વહન કરવાની છૂટ અપાઈ : ટેક્સી કે કેબમાં ડ્રાઇવર + અન્ય બે લોકો મુસાફરી કરી શકશે
  6. રાજ્યમાં સાંજે 7 થી સવારે 7 સુધી કોઇપણ ઝોનમા બહાર અવરજવર કરવા દેવાશે નહીં
  7. અગાઉ જીવન જરૂરી ચીજવસ્તુઓના વહન માટે આપેલા પાસ આગામી 17 મે સુધી માન્ય-રીન્યુ કરવાની જરૂર નથી.
  8. જૂનાગઢ અને જામનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની 156 નગરપાલિકાઓમા ક્રમબદ્ધ છૂટછાટો અપાશે,નિયમોનું પાલન કરીને ઉદ્યોગો શરૂ કરી શકાશે
  9. મુસ્લિમ ભાઈઓએ પણ રમજાનના પવિત્ર માસમાં પોતાના ઘરમાં જ રહીને ઈબાદત કરવા મુખ્યમંત્રીશ્રીની અપીલ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application